Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કોડીનાર કોળી શખ્સના મકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો

કોડીનાર તા.ર : પીએસઆઇ કે.બી. પરમાર અને પી.એસ.આઇ.  કે.એન. અધેરા નવી શેરીમાં રહેતા રમેશ ઉર્ફે પાડો ભીખાભાઇ કોળીના રહેણાંક મકાનમાં દરોડા  પાડતા ત્યાંથી દેશી દારૂ ૧૦૦ લીટર તેમજ ઇગ્લીશ દારૂની નાની બોટલ નંગ-ર૪, મોટી બોટલ નંગ-પ મળી કુલ રૂ.પ૪૦૦નો દારૂ પકડી પાડયો હતો. જયાર ઘર માલીક રમેશ ઉર્ફે પાંડો દરોડા દરમિયાન ઘેરે હાજર ન હોય પોલીસે તેને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.કોડીનાર પોલીસે અંબુજા સરોવર પાસે ચોરી છુપીથી વરલી મટકાના આંકડા લખી હાર-જીતનો જુગાર રમતા ઇકબાલ હસન કુરેશીને રૂ.પ૦૦નો મુદામાલ સાથે પકડી પાડયો હતો.પી.એસ.આઇ. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના જવાનો દારૂ-જુગારનાં ઠેર ઠેર દરોડા પાડી રહયા છે

(11:49 am IST)