Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

બગસરાના જીવનભાઇ દરજીનું ચાલતાં-ચાલતાં પડી જતાં મોત

રાજકોટ તા. ૩: બગસરાના વાંજાવાડમાં રહેતાં જીવનભાઇ નાથાભાઇ હીંગુ (ઉ.૮૦) નામના દરજી વૃધ્ધનું પડી જતાં ઇજા થવાથી મોત નિપજ્યું છે.

જીવનભાઇ ૨૪મીએ સવારે ગામમાં ચાલીને જતાં હતાં ત્યારે ચાલતાં-ચાલતાં પડી જતાં માથા-મોઢા પર ઇજા થતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદી અને દિપસિંહે કાગળો કરી બગસરા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(11:26 am IST)