Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

હળવદ - ધ્રાંગધ્રા બેઠક ઉપર ૬૬.૭૭ ટકા મતદાન

૧૧૩૧૯૮ પુરૂષો અને ૯૩૧૩૬સ્ત્રીઓ મળી કુલ ૨૦૬૩૩૬ મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં આવતી હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર ગઈકાલે શાંતિપૂર્વક સરેરાશ ૬૬.૭૭ ટકા મતદાન નોંધાયું છે.

હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક ઉપર ગઈકાલે સવારે ૮ વાગ્‍યાથી સાંજે ૫ વાગ્‍યા સુધી મતદાન ચાલ્‍યું હતું. જેમાં કુલ ૧૬૧૦૬૭માંથી ૧૧૩૧૯૮ પુરુષો એટલે કે ૭૦.૨૮ ટકા પુરુષોએ, ૧૪૭૯૩૧માંથી ૯૩૧૩૬ સ્ત્રીઓએ એટલે કે ૬૨.૯૬ ટકા સ્ત્રીઓએ અને ૬માંથી ૨ થર્ડ જેન્‍ડરે એટલે કે ૩૩.૩૩ ટકા થર્ડ જેન્‍ડરે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ કુલ ૩૦૯૦૦૪માંથી ૨૦૬૩૩૬ મતદારોએ એટલે કે ૬૬.૭૭ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

(11:51 am IST)