Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

માંડવીના ભાડઇ ગામના તલાટી-મંત્રીને 60 હજારની લાંચ લેતા ઝડપાયા

જમીનમાં વારસાઈ પાડવા માટે માંગી હતી લાંચ: તલાટી રાહુલ ઉમિયાશંકર રમણા લાંચ લેતા ઝડપાયો

 

માંડવીના ભાડઇ ગામના તલાટી-મંત્રીને 60 હજારની લાંચ લેતા ઝડપાયા છેજમીનમાં વારસાઈ પાડવા માટે લાંચ માંગી હતી, તલાટી રાહુલ ઉમિયાશંકર રમણાને એસીબીના હાથે  લાંચ લેતા ઝડપાયો છે

  કામના ફરિયાદીની વારસાઈ જમીન ભાડઈ ગામ ખાતે આવેલ છે જેમાં તેની  જગ્યાનું વેચાણ કરેલ તેની નોંઘ ભાડઈ ગ્રામ પંચાયત ના રજીસ્ટર મા ટ્રાંસફર કરવા કામના આરોપી તલાટી કમ મંત્રી કામના ફરિયાદી પાસેથી ૬૦,૦૦૦ ની માંગણી કરેલ પરંતુ કામના ફરીયાદી તેઓને લાંચ આપવા માંગતા હોય ફરિયાદી નાઓએ એસીબી ભૂજના ઓનો સંપર્ક કરતા ફરિયાદ અન્વયે કરવામા આવેલ ટ્રેપ દરમિયાન આરોપી લાંચના નાણા લઈ પકડાઈ ગયો હતો  ઉકત આરોપી નાઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:44 am IST)