Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જામકલ્યાણપુર તાલુકાનો સાની ડેમ પાસે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે વાહન ચાલકોને હાલાકી

સૂર્યાવદરથી જામખંભાળીયા તરફ જતા માર્ગ પર પાણીના પ્રવાહ વચ્ચે લોકો ચાલવા અને વાહન ચલાવવા મજબૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાનો સાની ડેમ પાસે પાણી ના ધસમસતા પ્રવાહ વચ્ચે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે
જામકલ્યાણપુર ના સૂર્યાવદર થી જામખંભાળીયા તરફ જતા માર્ગ પર પાણી ના પ્રવાહ વચ્ચે લોકો ચાલવા અને વાહન ચલાવવા મજબૂર બન્યા છે
સાની ડેમ નું સમારકામ ચાલતું હોય ત્યારે ડેમ માંથી પાણી ના તીવ્ર પ્રવાહ વચ્ચે બાઇક ચાલકો જીવ ના જોખમે પસાર થઈ રહ્યા છે.
પાણી નો પ્રવાહ ને કારણે સૂર્યાવદર થી ખંભાળીયા જવા માટે 15 થી વધુ ગામો ને અસર પહોંચી છે.

(10:25 pm IST)