Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રીઓ આજે સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ધરણા કરી પડતર માંગણીઓ દોહરાવી

મોરબી : મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના નેજા હેઠળ તલાટીઓએ આજથી સરકાર સામે પડતર પ્રશ્ને મોરચો મંડયો છે. જેમાં આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને સવાર થી ધરણા કરી રહા છે
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની તા.૭ સપ્ટેમ્બરના રોજ મળેલ કારોબારી સભામાં થયેલ નિર્ણય મુજબ તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની વારંવારની રજુઆતો છતાં પણ કોઈ સુખદ ઉકેલ ન આવતાં ઉપરોક્ત કારોબારીમાં સર્વાનુમતે નક્કી થયા મુજબ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા તા.7 ના રોજ તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવી આગામી સમયમાં કરવાના થતાં વિરોધના તબક્કાવાર કાર્યક્રમ આપવામાં આવેલ છે.
દરમિયાન આજે મોરબી જિલ્લા તલાટી મંત્રીઓએ પડતર પ્રશ્ને આજે તાલુકા પંચાયત ખાતે મંડપ નીચે ધરણા કરી રહા છે

(10:06 pm IST)