Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીનો મચ્છુ 2 ડેમ ઓવરફલો થતા પાંચ દરવાજા બે ફૂટ ખોલાયા, મોરબી-માળિયાના ગામોને એલર્ટ.

મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો હોય જેથી આજે ડેમના ૫ દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે મચ્છુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે
મોરબી જીલ્લામાં ત્રણ દિવસ વરસાદી માહોલ સર્જાયો હતો તો ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસતા જીલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઇ છે જેના પગલે મચ્છુ ૧ ડેમ ઓવરફલો થયા બાદ મચ્છુ 2 ડેમ પણ ઓવરફલો થયો છે શુક્રવારે બપોરે મચ્છુ 2 ડેમ ઓવરફલો થઇ ગયો છે જેથી ડેમના ૫ દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે
ડેમ ઓવરફલો થતા દરવાજા ખોલવાની ફરજ પડી છે ત્યારે મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબી તાલુકાના અમરેલી, ભડીયાદ, ધરમપુર, ગોરખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાર્દુળકા, લીલાપર, પાનસર, મોરબી, નારણકા, નવા સાર્દુળકા, રવાપર (નદી), રવાપર, ટીંબડી, વનાળિયા અને વજેપર ગામને એલર્ટ કરાયા છે
તેમજ માળીયા મિયાણા તાલુકાના બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરિપર, જુના નાગડાવાસ, મહેન્દ્રઢ, માળીયા-મિયાણા, મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વિરવદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

(10:03 pm IST)