Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીના લીલાપર ગામ નજીકથી રીક્ષામાં દારૂની બોટલ સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકાના લીલાપર ગામ નજીકથી સીએનજી રીક્ષામાં જતા ઈસમને પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામની સીમમાંથી પસાર થતી સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૨૬૮૩ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧ બોટલ કીમત રૂ ૩૭૫ મળી આવતા પોલીસે રીક્ષા અને દારૂ સહીત રૂ ૭૦,૩૭૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી રાહુલ ભૂપત ધંધાણીયા રહે લીલાપર વાળાને ઝડપી લીધો છે

(10:01 pm IST)