Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીના લાલપર ગામના પાવર હાઉસ નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મોત.

મોરબી તાલુકાના લાલપર ગામના પાવર હાઉસ નજીક બાઈક સ્લીપ થતા બાઈકસવાર યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વેજીટેબલ રોડ પર લાભનગર સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ બાબુભાઈ દેગામાંએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે બાઈક જીજે ૩૬ એમ ૫૩૩૭ લઈને પ્રવીણભાઈ બાબુભાઈ દેગામાં લાભનગર સોસાયટી વાળા લાલપર પાસેથી જતા હોય ત્યારે નવી આરટીઓ કચેરી પાસે મોટર સાયકલના ચાલકે કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું જે અકસ્માતમાં બાઈકસવાર યુવાન પ્રવીણભાઈ દેગામાંને ગંભીર ઈજા થતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(10:01 pm IST)