Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

માળિયાના હરીપર નજીકથી દેશી દારૂ બનાવવાનો આથો પોલીસે ઝડપ્યો.

દેશી દારૂના ત્રણ બેરલ જેમાં કુલ ૬૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો આથો મળ્યો

માળિયા તાલુકાના હરીપર ગામની સીમમાંથી માળિયા પોલીસ ટીમે દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

માળિયા પોલીસ ટીમે બાતમીને આધારે હરીપર ગામની સીમમાં ઇન્ડિયન ઓઈલના વેરહાઉસની પાછળની સાઈડમાં તળાવ કાંઠા પાસે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી દેશી દારૂના ત્રણ બેરલ જેમાં કુલ ૬૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો આથો મળી આવતા પોલીસે ૧૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સમસુદીણ જાનમહમદ સામતાણી( રહે રાખોડીયા વાંઢ વિસ્તાર માળિયા વાળા ) વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:59 pm IST)