Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

માળિયા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક ફાળવવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

માળિયા તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલમાં દવાનો પુરતો સ્ટોક ના હોય જેથી દર્દીઓને થતી હાલાકી મામલે સંસ્થા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવારવા દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની ખાલી જગ્યા અંગે રજૂઆત કરી હોય અને ડોક્ટરની નિમણુક કરવામાં આવી છે જે બદલ આભાર વ્યક્ત કર્યો છે પરંતુ હાલ હોસ્પિટલમાં દવાનો સ્ટોક બિલકુલ ખલાસ છે પાટાપીંડીનો સામાન કે ડ્રેસિંગ માટેનો જરૂરી સ્ટોક નથી જેથી તાત્કાલિક દવા ફાળવી દવાનો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.

(9:52 pm IST)