Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીના મચ્છુ 2 ડેમના બેઠા પુલમાં ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં ફસાતા ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું : ટ્રેક્ટર અને ચાલકને બચાવી લેવામાં સફળતા મળી.

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફલો થતા દરવાજા ખોલવામાં આવ્યા છે જેના પગલે મચ્છુ 2 ડેમ પરના બેઠા પુલમાં પાણીના ધસમસતા પ્રવાહ જતા હોય ત્યારે આજે અહીંથી પસાર થવા જતા એક ટ્રેકટર ચાલક ફસાયો હતો જેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છુ 2 ડેમના બેઠા પુલ પર એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો પાણીના પ્રવાહને પગલે ટ્રેક્ટર ફસાઈ ગયું હોય જેની જાણ થતા મોરબી ફાયર ટીમ તાકીદે દોડી ગઈ હતી અને ફસાયેલા ટ્રેક્ટર ચાલકને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું અને ફાયર વિભાગની ટીમે ટ્રેક્ટર ચાલકને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો
તો ક્રેનની મદદથી ટ્રેક્ટર પણ બહાર કાઢવામાં આવ્યું હતું જોકે હાલ ડેમ ઓવરફલો હોય અને દરવાજા ખોલવામાં આવ્યા હોય ત્યારે વાહનચાલકો કે રાહદારીઓ આવા જોખમી રસ્તા પર જવાનું ટાળે તેવી અપીલ પણ તંત્ર કરી રહ્યું છે.

(9:51 pm IST)