Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જામનગરના ઠેબા ગામેથી મહિલા ગાંજા સાથે ઝડપાઇ : SOGને મોટી સફળતા : મહિલાના કબ્જામાંથી 6 કિલો ગાંજાનો જથ્થો કરાયો જપ્ત

શકીના નામની મુસ્લિમ મહિલાને ઠેબા ગામમાંથી SOG એ ઝડપી પાડી:આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ

જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા  મળી છે  જામનગર ના ઠેબા ગામેથી મહિલા ગાંજા સાથે ઝડપાઇ છે  છ કિલો જેટલો ગાંજો મહિલાના કબજામાંથી એસઓજીએ  ઝડપી પાડયો છે

શકીના નામની મુસ્લિમ મહિલાને ઠેબા ગામમાંથી SOG એ ઝડપી પાડી છે  પોલીસે આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે

(9:29 pm IST)