Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ધ્રોલના મોટા વાગુદડમાં આર્મીમાં રિટાયર્ડ થયેલા બંને ફૌજી ભાઈઓ જયપાલસિંહ જાડેજા અને અલ્પેશસિંહ જાડેજાનુ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ રાજભા જાડેજાની આગેવાનીમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સન્માન કરાયું

ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામ ખાતે આર્મી મા જેવોએ છેલ્લા સતર વર્ષથી આર્મીમા દેશ માટે સેવા આપેલ હોય અને હાલ જેવો રિટાયર્ડ થય ને પોતાના ગામ પરત ફરતા આ બન્ને  ફોજી ભાઈઓ જયપાલસિંહ જાડેજા  અને અલ્પેશસિંહ જાડેજાનુ ધ્રોલ તાલુકા ભાજપ ના પુર્વ પ્રમુખ રાજભા જાડેજાની આગેવાનીમાં સમસ્ત ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા.બ્રિજરાજ સિંહ જાડેજા. કિસાન મોરચાના પ્રમુખ અરવિંદભાઈ હિંસુ તેમજ સરપંચ સંગઠનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા. સરપંચ. અનિરૂદ્ધ સિંહ જાડેજા. રાજેન્દ્ર સિંહ જાડેજા ડાંગરા કનુભા જાડેજા  ખાખરા ધર્મેન્દ્ર સિંહ જાડેજા હજામચોરા અર્જુન સિંહ જાડેજા  સંજયસિંહ જાડેજા તેમજ  અનેક ફોજી ભાઈ ઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

(8:24 pm IST)