Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ધોરાજી પોલીસએ બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા

પોસ્ટ ઓફિસ પાછળ આવેલ હેપી હોમ કોલોની સામે આવેલ રહેણાં મકાનમાંથી જથ્થો ઝડપાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી પોલીસએ બાયોડીઝલ ના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે ,રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક  બલરામ મીણા તથા જેતપુર ડીવીઝનના
એ.એસ.પી. સાગર બાગમારએ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બાયોડિઝલના વેચાણ ની ગેરકાયદેસર પ્રવૃતીનેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમોએ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને આ અંગે ધોરાજી પોસ્ટવિસ્તારમાં આવી ગેરકાયદેસર પ્રવૃતી પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા
દ્રારા ચોકકસ હકિકત મેળવી ધોરાજી પોસ્ટ ઓફિસ પાછળ આવેલ હેપી હોમ કોલોની સામે આવેલ અકરમ અમીનભાઇ સકરાણીના કજા ભોગવટાના મકાનમા બાયોડીઝલ ની રેઇડ કરી બે શખ્શોને બાયોડીઝલના જથ્થા સાથે પકડી પાડી ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી કરાવેલ
પકડાયેલ આરોપી(૧) અકરમ અમીનભાઇ ઇસ્માઇલભાઇ સકરાણી જાતે સંધી ઉ.વ. ૨૭ રહે.ધોરાજી પ્રવીણભાઇ ગરબીચોક બાબુ ભગાડવાળી ગલી(૨) અબ્દુલ અલ્લારખા સમા જાતે સંધી ઉ.વ.૩૯ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે.ધોરાજી જુના ઉપલેટા રોડ રાધાનગર શેરી નંબર બેકજે કરેલ મુદામાલ,બાયોડીઝલ ભરેલ બેરલ નંગ ૪ તથા કેરબા નંગ ૩ મળી કુલ ૯૧૫ લીટર તથા ખાલી બેરલ ૯ ડોલ ૧ પ્લાનો પાઇપ ૧ પ્રવાહી માપવાની પટ્ટી ૧ મળી કુલ રૂપીયા ૬૪,૮૦૦/-નો મુદામાલ કજે કરેલ
કામગીરી કરનાર અધિકારી  સાગર બાગમાર સા.મદદનીશ પોલીસ અધિક્ષક જેતપુર  એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ધોરાજી રમેશભાઇ બોદર એ.એસ,આઇ.બાપાલાલ ચુડાસમા પો.કોન્સ પ્રદિપસિહ ચુડાસમા પો.કોન્સસહદેવસિહ ચૌહાણ પો.કોન્સવીરમભાઇ વાણવી પો.હેડ કોન્સ શકિતસિહ જાડેજા પો.કોન્સ રવજીભાઇ હાપલીયા પો. હેડ કોન્સ નીકુંજભાઇ સુતરીયા પો.કોન્સ વિગેરે સ્ટાફ રેડ માં રોકાયો હતો ઉપરોક્ત બનાવવા અંગે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા તપાસ ચલાવી રહ્યા છે

(7:53 pm IST)