Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કચ્છમાં ૬૦ હજારની લાંચ લેતાં તલાટી ઝડપાયો: નોંધ પાડવા માંગ્યા હતા રૂપિયા

 ભુજ :   કચ્છના માંડવી તા.ના ભાડઈ ગામે વેંચાણ નોંધ પાડવા માટે ૬૦ હજાર રૂપિયાની લાંચ લેતાં તલાટી રાહુલ ઉમીયાશંકર રમણા (ઉ.વ ૩૨) ઝડપાઈ ગયો હતો. ફરિયાદીની વારસાઈ જમીન ભાડઈ ગામ ખાતે આવેલ છે. જેમાં તેની  જગ્યાનું વેચાણ કરેલ તેની નોંઘ ભાડઈ ગ્રામ પંચાયતના રજીસ્ટરમા ટ્રાંસફર કરવા આરોપી તલાટી કમ મંત્રીએ આ કામના ફરિયાદી પાસેથી ₹૬૦,૦૦૦ની માંગણી કરેલ. પરંતુ ફરીયાદી તેઓને લાંચ આપવા માંગતા ન હોઈ ફરિયાદીએ એસીબી ભુજનો સંપર્ક કરતા ફરિયાદ અન્વયે કરવામા આવેલ ટ્રેપમાં આરોપી લાંચના નાણા લેતાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેકટર, એસીબી ભુજ પી.કે. પટેલે આ કામગીરી કરી હતી. સુપરવિઝન અધિકારી કે. એચ. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી.બોર્ડર એકમ, ભુજના માર્ગદર્શનમાં આ કામગીરી કરાઈ હતી

(7:49 pm IST)