Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કલેક્ટર રચિતરાજ એસ.ટી.બસમાં: કોરોના રસી લેવા અપીલ કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા .૨ જૂનાગઢના કલેક્ટર રચિતરાજ આજે બપોરે એસટી બસ સ્ટેન્ડ એ આવ્યા હતા અને એસ.ટી.બસમાં બેઠેલા મુસાફરોને મળીને કોરોના રસી લેવા અપીલ કરી હતી.

રસીકરણ માટે બસમાં મુસાફરો સાથે વાતચીત કરી અને પૂછપરછ કરી હતી તેમને રસી લેવાની વિનંતી કરી અને ડોઝ કોણે નથી લીધો? પૂછયું હતું અને તાત્કાલિક ડોઝ લેવા માટે અપીલ કરી હતી. (તસવીર મુકેશ વાઘેલા જુનાગઢ,)

(4:26 pm IST)