Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદર-છાયા નગરપાલિકાના નવા બિલ્ડીંગનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

પોરબંદરઃ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પોરબંદર ખાતે અંદાજે રૂપિયા ૬.૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાના આધુનિક સુવિધાસભર ભવનનું લોકાર્પણ કરીને શહેરી જનસેવા માટે ગાંધી જયંતિએ આ નવું બિલ્ડિંગ ખૂલ્લું મૂકયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકા સેવા સદનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ૧ર રૂમો તૈયાર કરાયા છે. આ નવું સેવાસદન પોરબંદર-છાંયાના જનસુવિધાના કામોને નવો ઓપ આપશે. અને જનસુખાકારીની નેમ વધુ વેગવાન બનશે. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ તેમજ સાંસદ રમેશભાઇ ધડુક, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે નગરપાલિકાની નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(4:07 pm IST)