Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદરમાં ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવા મકાનનું ભુપેન્દ્રભાઇના હસ્તે લોકાર્પણઃ

 પોરબંદરઃ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે ગાંધી જયંતી અવસરે પોરબંદરની ભૂમિ પર રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના સમાજ સુરક્ષા ખાતા દ્વારા ૪ કરોડ ર૬ લાખના ખર્ચે નિર્માણ થયેલા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું. રાજય સરકાર અનાથ નિરાધાર, પરિવારથી વિખુટા પડેલા બાળકો, મા-બાપથી વિખુટા પડેલા બાળકો, બાળ મજુરીમાંથી મુકત કરાયેલા બાળકો, ભિક્ષા માંગતા બાળકો માનસિક બીમાર, માતા-પિતા કાળજી લેવા સક્ષમ ન હોય ઘર છોડીને આવેલા જાતિય શોષણનો ભોગ બનેલા જે બાળકનો વાલી ન હોય તેવા બળકો માટે સમગ્ર રાજયમાં ચિલ્ડ્રન હોમના નિર્માણથી આવા બાળકોની સરસંભાળ અને સમાંજમાં પુનઃ સ્થાપનની કામગીરી કરતી રહે છે. રાજયભરમાં સરકાર દ્વારા ૩૧ સરકારી ર૮ ગ્રાન્ટ ઇન એઇડ તેમજ પ૦ સ્વભંડોળથી ચાલતા ચિલ્ડ્રન હોમની સ્થાપના કરવામાં આવી છે.જેમાં અત્યારે રાજયના આવા બાળ સંભાળ ગૃહમાં ૧૬૦૮ બાળકો નિવાસ કરી રહ્યા છે. પોરબંદરના નવનિર્મિત ચિલ્ડ્રન હોમમાં પ૦ બાળકોને આશ્રય આપવામાં આવશે. આ ચિલ્ડ્રન હોમના નિર્માણ માટે રાજય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી પ૦૦૦ ચોરસ મીટર જમીન પર આકાર પામ્યું છે. અત્યાધુનિક સુવિધા યુકત ચિલ્ડ્રન હોમમાં કમ્પ્યુટર કલાસ તેમજ બાળકોના મનોરંજન માટે ટી.વી. રમત-ગમતના સાધનો લાઇબ્રેરી, કિચન, ભોજન ખંડ, કાઉન્સેલિંગ રૂમ, વોટરકુલર સીસી ટીવી કેમેરા અને ફાયર સેફટીની સુવિધાઓ રાખવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે ચિલ્ડ્રન હોમના નવા મકાનનું લોકાર્પણ કર્યુ તે તસ્વીર (તસ્વીર પરેશ પોરબંદર)(

(4:06 pm IST)