Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

પોરબંદરમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું કાર્યાલય ખુલ્લુ મુકતા ભુપેન્દ્રભાઇ

પોરબંદર-જુનાગઢ :.. ગઇકાલે ગાંધી જયંતિ નિમીતે પૂ. બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરવા રાજયના મુ.મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પોરબંદર ખાતે આગમન થયુ હતું દરમ્યાન તેઓએ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના કાર્યાલયનું ઉદઘાટન કરી ખુલ્લુ મુકયુ હતુ બાદમાં ભુપેન્દ્રભાઇનુ કાઠીયાવાડી પરંપરા મુજબ રામભાઇએ સાફો પહેરાવી ફરસી અને પરશુરામ ભગવાનની છબી આપી સન્માન કર્યુ હતુ આ પ્રસંગે સાંસદ રમેશભાઇ ધડુક ધારાસભ્ય બાબુભાઇ બોખરીયા અને જીલ્લા પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા રાઘવજીભાઇ પટેલ તેમજ ડીસ્ટ્રીકટ ચેમ્બરના આગેવાનો પદુભાઇ રાયચુરા, અનિલભાઇ કારીયા,  ભરતભાઇ રાજાણીએ પણ મુ. મંત્રીનુ સ્વાગત કર્યુ હતું (પરેશ પારેખ, પોરબંદર,તસ્વીર - અહેવાલ : વિનુભાઇ જોષી, મુકેશ વાઘેલા જુનાગઢ)

(4:01 pm IST)