Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વિજળી પડતા પાક બળી જતા ખેડૂતનો આપઘાત

વિસાવદરના મોટા ભલગામે ૭૦ વર્ષના ગોકળભાઇ વેકરીયાના આપઘાતથી અરેરાટી

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૨ : વીજળી પડવાથી કપાસનો પાક બળી જતા વિસાવદરના મોટા ભલગામના વૃધ્ધે ખેડૂતે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

તાજેતરના ભારેથી અતિભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. આજ પ્રમાણે વિસાવદર વિસ્તારને પણ મેઘરાજાએ ધમરોળી નાંખ્યો હતો. વિસાવદરના મોટા ભલગામમાં પોતાના દિકરાની સાથે રહેતા ગોકળભાઇ નાનજી વેકરીયા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધની વાડીએ ભારે વરસાદના કારણે વીજળી પડવાથી કપાસનો પાક બળી ગયો હતો.

જેથી ગોકળભાઇ ટેન્શનમાં આવી ગયા હતા. ગુરૂવારે બપોરના અરસામાં તેમણે ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી.

આ અંગે મૃતકના પુત્ર મનસુખભાઇએ જાણ કરતા વિસાવદર ખાતેથી પોલીસે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.(

(3:03 pm IST)