Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કાલાવડઃ ધોળાવડી નદીના પુરમાં ભરવાડ તણાયો

કાલાવડ તા. ર :.. અહીંની ધોળાવડી નદીમાં સવારે પુર આવતાં ખેતી કામે જતા ભરવાડ યુવાન બીજલભાઇ કાટોડીયા ઉમર વર્ષ ૪પ તણાયો હતો.

જાણવા મળે છે કે કાલાવડમાં રાત્રીના સમયે ગાજવીજ સાથે બે કલાક સુધી ધોધમાર વરસાદ પડતા ધોળાવડી નદીમાં પુર આવેલુ હતું આ સમયે પુલ ઉપરથી પસાર થવા જતાં પગ લપસી જતાં પુરમાં આ યુવાન તણાયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ થતાં તણાયેલ ભરવાડ યુવાનની લાશ પુલથી નજીક મળી આવેલ ભરવાડ સમાજમાં શોકનું મોજુ ફેલાયુ હતું. અગાઉ આજ નદીમાં બે ભરવાડ વ્યકિતને બચાવવા જતા મુસ્લિમ યુવાને જાન ગુમાવ્યો હતો. તે અત્રે નોંધનીય છે. 

(1:12 pm IST)