Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ધોરાજી પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના

જથ્થા સાથે અક્રમ અને અબ્દુલને ઝડપી લીધા

રાજકોટ, તા., રઃ ધોરાજી પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જયારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરાઇ છે.

ધોરાજીમાં પોસ્ટ ઓફીસ પાછળ હેપી હોમ કોલોની, ગેટ નં. ર સામે અક્રમ  અમીનભાઇ ઇસ્માઇલભાઇ સકરાણીના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા સ્ટાફે રેડ કરી ગેરકાયદેસર બાયોડીઝલ લીટર ૯૧પ બેરલ નંગ-૧૩, કેરબા નંગ-૩, પ્લાસ્ટીકનો પાઇપ મળી કુલ ૬૪,૮૦૦ના મુદામાલ સાથે અક્રમ તથા અબ્દુલ અલારખા સમાને ઝડપી લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ અક્રમ  (રહે. પ્રવીણભાઇ ગરબી ચોક, બાબુ ભગાળવાળી ગલી, ધોરાજી), અબ્દુલ  (રહે. જુના ઉપલેટા રોડ, રાધાનગર શેરી નં. ર, ધોરાજી) સાથે મળી ઇરફાન દાઉદભાઇ ઠેબા (રહે. રાધાનગર ધોરાજી પાસેથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થો મેળવી વેચાણ કરતા હતા.

ધોરાજી પોલીસે ત્રણેય સામે આવશ્યક ચીજવસ્તુ ધારા અધિનિયમ હેઠળની કલમો તળે ગુન્હો દાખલ કરી અક્રમ તથા અબ્દુલની ધરપકડ કરી છે. જયારે ઇરફાન ઠેબાની શોધખોળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહીમાં ધોરાજી પોલીસના એએસઆઇ રમેશભાઇ બોદર, હેડ કોન્સ્ટેબલ  વિરમભાઇ વાણવી, રવજીભાઇ હાપલીયા, પોલીસ કોન્સ્ટેબલ બાપાલાલ ચુડાસમા, પ્રદીપસિંહ ચુડાસમા, સહદેવસિંહ ચૌહાણ, શકિતસિંહ જાડેજા તથા નિકુંજભાઇ સુતરીયા સહીતનો સ્ટાફ જોડાયા હતા.

(1:10 pm IST)