Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કોટડાપીઠામાં સોના-ચાંદીના દાગીનાની લાખોની ચોરી

તિજોરીમાંથી હાર-મંગળસૂત્ર-રોકડ સહિતની ચોરી થતા તસ્કરોની શોધખોળ

(ભરત મહેતા દ્વારા) કોટડાસાંગાણી તા. ર :.. કોટડાપીઠામાં લાખો રૂપિયાનાં સોના-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી થતા ખળભળાટ મચી ગયો છે.

બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે પ્લોટ વિસ્તારમાં વીહલનગરમાં રહેતા જેઠાભાઇ વાઘજીભાઇ ચોવટીયા પોતાના દિકરા રાજકોટ રહેતા હોય પરિવાર સાથે રાજકોટ ગયેલ ત્યારે કોઇપણ સમયે તસ્કરો ત્રાટકી મકાનના તાળા તોડી રૂમના તાળા તોડી કબાટની તીજોરીમાં આઠ તોલા સોનાનો હાર, મંગળ સુત્ર, સોનાની વીંટી તેમજ કબાટમાં રાખેલ રૂ. ૪૦ હજાર રોકડ સહિતની લાખા રૂ.ની મતાની ચોરીની ફરીયાદ બાબરા પોલીસમાં નોંધાવી છે. જેઠાભાઇ ચોવટીયાની સામેની બાજુમાં રહેતા તેના ભત્રીજા ધર્મૈશભાઇના મકાનમાં પણ રૂમોના તાળા તોડેલ પરંતુ ત્યાં કશુ મળેલ નહી, આ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવતા પોલીસે ચોરીનાં બનાવ અંગે ધોરણસર કાર્યવાહી કરી વિશેષ તપાસ હાથ ધરી છે., તસ્કરોએ તમામ સામાન રફેદફે કરેલ હતો.

(1:07 pm IST)