Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

આવકનો દાખલાની માન્યતા ત્રણ વર્ષ કરવા અંગે જસદણ ભાજપ અગ્રણી મહેશભાઇ વાણિયાની રજૂઆતને સફળતા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ , તા. ૨ : ગ્રામપંચાયત કચેરી મારફતે એક વર્ષની મુદ્દત માટે આવકનો દાખલો કાઢવામાં આવતો હતો ત્રણ વર્ષની મુદ્દત માટેનો આવકનો દાખલો મેળવવાં માટે લોકોને તાલુકા કચેરીએ ધક્કા થતા હતા જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને ના-છૂટકે તાલુકા મથકે જવું પડતું હતું અને ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપ અનુસુચિત જાતી મોરચાના મહામંત્રી એડવોકેટ મહેશભાઈ વાણિયાએ તા.૨૫/૯ ના રોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહીતને રાજયસરકારમાં યોગ્ય નિર્ણય કરવા માટે લેખિતમાં રજુઆત કરી હતી.

ગ્રામપંચાયત કચેરી મારફતે આવકનો દાખલો એક વર્ષની મુદ્દત માટે નીકળે છે તે જ દાખલો ગ્રામપંચાયત કચેરી મારફતે ત્રણ વર્ષની મુદ્દત માટે કાઢવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તેથી પદદાધિકારીઓએ મહેશ વાણિયાની લેખિત રજુઆત ધ્યાને લઈને રાજય સરકારનું ધ્યાન દોરતા તા.૧/૧૦/૨૦૨૧ ના રોજ તાત્કાલિક અસરથી રાજયસરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે કે હવે રાજયની તમામ ગ્રામપંચાયત કચેરી મારફતે ત્રણ વર્ષની મુદ્દત માટેનો આવકનો દાખલો લોકોને આસાનીથી મળી શકશે આ બાબતે રાજકોટ જિલ્લા ભાજપ અજા મોરચાના મહામંત્રી એડવો.મહેશ વાણિયાએ તમામ હોદ્દેદારો અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

(1:06 pm IST)