Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબીના લાલપર પાસે આધેડનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨: મોરબીના લાલપર ગામ નજીક રાદ્યે હોટલની પાછળ ગોડાઉનમાં કોઈ કારણોસર આધેડનું મૃત્યુ નીપજયું હોવાની માહિતી મળતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામ રહેતા રમેશભાઈ જાલમસિંગ ગુંદેલા (ઉ.૪૫) નું લાલપર ગામે રાદ્યે હોટલની પાછળ ગોડાઉનમાં કોઈ કારણોસર મૃત્યુ નીપજયું હોય જેથી તેના મૃતદેહને પી એમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

બાઇકની ચોરી

મોરબીના સબજેલ સામેના વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ ધીરુભાઈ મકવાણા (ઉ.૩૩) નું બાઈ જીજે ૩૬ એમ ૫૪૩૨ કીમત રૂ.૨૫૦૦૦ વાળું મંગલ ભુવન ગરબી ચોકમાં આવેલ યુનિયન બેંક પાસે પાર્કિંગમાંથી ગત તા. ૧૭-૦૭ ના રોજ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

વરલીના આંકડા લેતો પકડાયો

મોરબી નહેરૂગેટ નજીક જાહેરમાં વરલીના આંકડા લેતા હસીન અબ્રાહ્મભાઇ સુથારને એ ડીવીઝન પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:02 pm IST)