Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મોરબી જીલ્લામાં મેલેરીયાના બે કેસો

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨ : મોરબી જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે ત્યારે રોગચાળો ના ફેલાય તેવા હેતુથી મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મેલેરિયા અટકાવવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી

મોરબી જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાના માર્ગદર્શન હેઠળ મેલેરિયા અધિકારી ડો. સિ એલ વારેવડીયાના આયોજન હેઠળ મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા સપ્ટેમ્બર માસમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જીલ્લામાં હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ કરાયું હતું જે સર્વેલન્સ માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કાર્યકર, ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળીને કુલ ૧૩૫૦ કર્મચારીઓના સ્ટાફે ૬૭૫ ટીમો બનાવી સઘન ઝુંબેશ હાથ ધરી હતી

મેલેરિયા અટકાવવા માટેની કામગીરીમાં જીલ્લાના ઘરોમાં ઘર વપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રવ્ય નાખી મચ્છર ઉત્પતિ અટકાવવાની -વૃતિઓ, શંકસ્પદ મેલેરિયા અને ડેન્ગ્યુંના લક્ષણો ધરાવતા વ્યકિતઓના લોહીના નમુના લઈને લેબોરેટરી પરીક્ષણ સહિતની કામગીરી કરવામાં આવી હતી

મેલેરિયા કામગીરીની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.

સર્વે કરેલ ઘરોની સંખ્યા ૧,૭૩,૬૯૫

 સર્વે કરેલ કુલ વ્યકિતઓની સંખ્યા ૮,૫૯,૯૭૧

 તપાસેલ મચ્છર ઉત્પતિ સ્થાનોની સંખ્યા ૬,૭૦,૮૨૨

  મચ્છરના પોરા જોવા મળેલ ઘરોની સંખ્યા ૩૪૫૦

 મચ્છરના પોરા જોવા મળેલ પાત્રોની સંખ્યા ૪૨૬૮

 પોરાનાશક દવા નાખેલ પાત્રોની સંખ્યા ૩,૫૧,૪૧૮

 નાશ કરેલ મચ્છર ઉત્પતિ સ્થાનોની સંખ્યા ૧૪,૭૩૯

 શંકાસ્પદ તાવના કેસોની સંખ્યા ૩૭૯૪

 મેલેરિયા પોઝીટીવ કેસની સંખ્યા ૦૨. 

(1:01 pm IST)