Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મચ્છુ-૨માં હજુ પાણીની આવક યથાવત, પાંચેય દરવાજા ખોલાયા

મચ્છુ-૩ માં પણ પાણીની આવકને કારણે ૮ દરવાજા ખોલાયા

  (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨, મોરબી પંથકમાં મેઘરાજાની કૃપાથી ડેમો ઓવરફ્લો થઈ ગયા છે. હવે આખુ વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. તેવામાં મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં હાલ સુધી પાણીની આવક યથાવત હોય પાંચેય દરવાજા ખુલ્લા જ રાખવામાં આવ્યા છે.

 મચ્છુ-૨ ડેમમાં રાત્રે ૧૧વાગ્યાની સ્થિતએ ૬૪૬૭ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. જેને પગલે પાંચેય દરવાજા ૨ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જ્યારે બીજી બાજુ મચ્છુ-૩ ડેમમાં પણ ૬૯૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ હોય ૮ દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જેમાં ૭ દરવાજા એક ફૂટ અને ૧ દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે. 

(12:59 pm IST)