Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ટંકારાના મિતાણા ગામે વાડીમાં જુગારના હાટડા ઉપર એલસીબી ત્રાટકી : ૬ પકડાયા

પરાગ બસીયા અને દિપકસિંહ જુગાર રમાડતો'તાઃ ૮૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨: ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી જુગારધામ મોરબી એલસીબી ટીમેં ઝડપી પાડી ૬ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના નીરવભાઈ મકવાણા અને ભરતભાઈ જીલરીયાને બાતમી મળી હતી કે ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમા પરાગભાઈ વાસુભાઇ બસિયા તથા દીપકસિંહ સજુભા જાડેજા એમ બન્ને સુલ્તાનભાઈ તમાચીભાઈ સંધીની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાં જુગાર રમતા પરાગભાઈ વાસુરભાઈ બસિયા, સંજયભાઈ ગેલાભાઈ બસિયા, સામતભાઈ પાલાભાઇ બાળા, રોહિતભાઈ વાસુરભાઈ બસિયા, જયદીપસિંહ સહદેવસિંહ જાડેજા, દેવાયતભાઈ ગેલાભાઈ ખુંગલાને રોકડ રકમ રૂપિયા ૭૨,૨૦૦ તથા મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૮૪,૨૦૦ સાથે ઝડપી પાડયા હતા જયારે દીપકસિંહ સજુભા જાડેજા અને સુલતાનભાઈ તમાચીભાઈ ઠેબા હાજર નહિ મળી આવતા તેને શોધી કાઢવા વધુ તપાસ હાથ ધરી છે. 

(12:58 pm IST)