Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ખંભાળીયા ખાતે પ્રોજેકટ તૃષ્ટિ તથા આઇ.સી.ડી.એસ. દ્વારા પોષણ મેળો યોજાયો

 દેવભૂમિ દ્વારકા : ખંભાળીયા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ગુજરાત સરકારના 'પોષણ અભિયાન' તથા નયારા એનર્જીના સંકલનથી ચાલતા પ્રોજેકટ તુષ્ટિ (અમલીકરણ સંસ્થા જે.એસ.આઈ. આર.એન્ડ ટી. ફાઉન્ડેશન, દિલ્હી તથા આઈ.આઇ.પી.એચ.,ગાંધીનગર) તથા આઈ.સી.ડી.એસ. શાખાના સંકલનથી પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોજેકટ તુષ્ટિ દ્વારા કિશોરીઓ માટે બનાવવામાં આવેલ 'પૂર્ણા પોટલી'નું અધિકારીઓના હસ્તે લોન્ચીંગ તેમજ ખંભાળિયાના કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી તેમને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોષણ મેળામાં બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ તથા કિશોરીઓને સંપરામર્શ અને પોષણ અંગે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ પોષણ મેળામાં વિવિધ રમતો, વેષભૂષા હરીફાઈ, વાનગી સ્પર્ધા, આંગણવાડી પરથી આપવામાં આવતા પુરક પોષણ (ટેક હોમ રાશન) ના પેકેટમાંથી બનતી વિવિધ વાનગીનું પ્રદર્શન, પોષણ અને એનીમિયાને લગત સેલ્ફી બૂથ વગેરે આકર્ષણનું કેન્દ્ર હતા. આ પ્રસંગે સી.ડી.પી.ઓ.શ્રી, નયારા એનર્જીના પ્રતિનિધિશ્રી, નિરામયા સંસ્થા સભ્યશ્રી, આઈ.સી.ડી.એસ. તથા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

(12:56 pm IST)