Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જામનગરમાં રૂ.૪૦.પ૦ લાખનાં પ્લાસ્ટીકના દાણા ઓળવી જતા છેતરપીંડીની ફરિયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: મેઘપર પોલીસ સ્ટેશનમાં પ્રેમકુમાર દલાલ રામેશ્વર દલાલ, ઉ.વ.૩પ, રે. શીવમ પાર્ક, પ્લોટ નં.ર૭/૪, અક્ષરધામ સોસાયટી કે પસા સ્ટાર પાર્ટી પ્લોટ, ગુલાબનગર, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રપ–૯–ર૧ના આરોપી પ્રદિપ અતરસીંગ રે. સાઉથ દિલ્હી વાળો જેના મોબાઈલ નં.૯૭૧૮પ૪૪૧પ૯, ૯પ૪૦૦પપર૩૬ એ ટ્રક નં. એચ.આર.–૪૬–ડી–૭ર૪૮ માં મોટી ખાવડી ખાનગી કંપની જે–૩ માંથી પી.પી. દાણા કુલ –૩૩ મેટ્રીક ટન કુલ કિંમત રૂ.૪૦,પ૦,૬પપ.૬ર/– ભરી હાંસી હરીયાણા ખાતે ધી સુર્યા ઈન્સ્ટ્રીઝમાં પહોંચાડવાની હોય ત્યાં નહીં પહોંચાડી ગુન્હાહીત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

લાલવાડીમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાયો

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૦–ર૧ ના લાલવાડી પ્રાથમીક શાળા સામે, જામનગરમાં આ કામના આરોપી ચેતન હરજીભાઈ પરમાર, રે. જામનગરવાળા પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ઓલ સીઝન્સ ગોલ્ડન કોલીફીકેશન રીઝર્વે વ્હીસ્કીની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે નીકળતા ઝડપાઈ ગયેલ છે.

ખીસ્સામાંથી મોબાઈલની ઉઠાવી જતા અજાણ્યા શખ્સ સામે રાવ

જામનગર : અહીંસીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધીરજલાલ માધવજીભાઈ મોરઝરીયા, ઉ.વ.પ૮, રે. ગુરુદ્વારા ક્રિકેટ બંગલા શેરી નં.ર, ભભશીવા સદનભભ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૯–ર૧ના નાગનાથ ગેઈટ હાલાર હાઉસ સામે, સુરેશ ફરસાણ પાસે, જામનગરમાં ફરીયાદી ધીરજલાલ નો રેડમી ૯–આઈ. કંપનીનો કાળા કલરનો મોબાઈલ ફોન જેમાં બે સીમકાર્ડ હતા જેના મો. નં. ૯૮૭૯પ૯૯૬૪પ જે જીયો કંપનીનું તથા ૯૮૭૯૮૯૯૬૪પ જે બી.એસ.એન.એલ. કંપનીનું તથા મોબાઈના આઈ.એમ.ઈ.આઈ. નં. ૮૬૭૯૩૬૦૪પ૭પ૬૬૦પ હતા જેની કિંમત રૂ.૭૪૬૯/– નો જે શર્ટના ઉપલા ખીસ્સા માંથી નજર ચુકવી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

કારખાનામાંથી રોકડની ઉઠાંતરી કરતો તસ્કર

અહીં સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હરીભાઈ જીવરાજભાઈ પણસારા, ઉ.વ.૬૬, રે.ગામ વિભાપર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૬–૯–ર૧ના ફરીયાદી હરીભાઈના પોતાના માલિકીના કામનાથ બ્રાસકાસ્ટીંગના કારખાનામાં રાત્રીના સમયે કોઈ ઈસમ પાછળની બારી તોડીને ગેરકાયદેસર પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા ૧,૬૦,૦૦૦/– કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સોયલ ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગોપાલભાઈ રામજીભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૧૦–ર૧ ના સોયલ ગામની જીવણુવાળુ સીમમાં આ કામના આરોપીઓ કારાભાઈ ઉર્ફે ઘેલો વિરાભાઈ ઝાપડા, રમેશભાઈ પુનાભાઈ રાઠોડ, સોમાભાઈ આંબાભાઈ ચાવડીયા, રે. સોયલ ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા કુલ રોકડા રૂ.૩૪પ૦/– સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી બિપીનભાઈ પ્રદિપભાઈ સોલંકી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાલકનીમાંથી વૃઘ્ધ પડી જતા મોત

 અહીં હવાઈ ચોક, નાગરચકલો, જોઈશર ટાવર, જામનગરમાં રહેતા મોહિતભાઈ પ્રદિપભાઈ વિશાણી, ઉ.વ.ર૩, એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧–૧૦–ર૧ના આ કામે મરણજનાર પ્રદિપભાઈ બાલાભાઈ વિશાણી, ઉ.વ.૬૦, રે.હવાઈ ચોક, નાગરચકલો, જોઈશર ટાવર, જામનગરવાળા પોતાના ઘરની બાલકનીમાંથી નીચે અકસ્માતે પડી જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

અલીયા ગામે ચેક ડેમમાં નાહવા પડેલ બે યુવાનોનું ડુબી જતા મોત

અહીં જામનગર જિલ્લાના બાડા ગામે રહેતા ઘનશ્યામસિંહ ઉમેદસિંહ જાડેજા, ઉ.વ.ર૩, એ પંચ ભએભ ડિવઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧–૧૦–ર૧ના  આ કામે મરણજનાર અજીતસિંહ ઉમેદસિંહ જાડેજા, ઉ.વ.૪૩, રે. બાળા ગામ તથા કેશુભાઈ મગનભાઈ લીલાપરા, ઉ.વ.૪૮, રે. ગીતા મશીનટુલ્સ અલીયા ગામ, તા.લાલપુર વાળા અલીયા ગામ સીતારામ નગર પાસે આવેલ ચેક ડેમ માં નાહવા પડતા ઉડા પાણીમાં ગરકાવ થઈ જતા પાણીમાં ડુબી જતા સારવારમાં લઈ જતા મરણ ગયેલ છે.

ટોડા ગામે અગમ્યકારણોસર યુવાને ગળાફાંસો ખાઈ આયખું ટુકવ્યું

જામનગર : કાલાવડ તાલુકાના ટોડા ગામે રહેતા હેમતસિંહ ઉર્ફે બાબભા નટુભા જાડેજા, ઉ.વ.૬૦, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧–૧૦–ર૧ના આ કામે મરણજનાર મિથુનભાઈ ઉ.વ.આ.૩પ રે. દાહોદ, હાલ હેમતસિંહ ઉર્ફે બાબભા નટુભા જાડેજાની વાડીએ, તા.કાલાવડ વાળા છેલ્લા દોઢેક માસથી ખેત મજુરી કામ કરતો હોય તે કોઈપણ કારણોસર પોતાની હાથેથી આંબલીના ઝાળની ડાળીમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જતા મરણ ગયેલ છે.

દારૂની પ૬ બોટલ સાથે ત્રણ ઝડપાયા

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર–૧૦–ર૦ર૧ ના ગુલાબનગર, પહેલો ઢાળીયો, હુશેની ચોક, જામનગરમાં આ કામના આરોપીઓ જાવિદ સુલેમાન સમા એ પોતાના કબ્જા ભોગવટના રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ–પ૬, કિંમત રૂ.ર૮,૦૦૦/– નો મુદામાલ વેચાણ અર્થે રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. દારૂ પુરો પાડનાર આરોપી ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી, હુશેન અકબરભાઈ બ્લોચ, રે. જામનગરવાળા એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(12:55 pm IST)