Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જૂનાગઢ સક્કરબાગમાં 9 ઓક્ટો. સુધી પ્રવાસીઓને ફ્રી પ્રવેશ અપાશે

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમોના આયોજન

જૂનાગઢ : વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીને લઈને સક્કરબાગમાં આજ તા. 2 ઓક્ટોબર થી 9 ઓક્ટોબર સુધી તમામ પ્રવાસીઓ, મુલાકાતીઓને ફ્રીમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે બુધવારના દિવસે સકરબાગ બંધ રહેશે. જુનાગઢ સકરબાગ ઝૂ ના આરએફઓ.

નીરવ મકવાણાના જણાવ્યા અનુસાર, દર વર્ષે 2 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન વન્ય પ્રાણીઓ વિશે વધુને વધુ લોકો માહિતગાર થાય તે માટે સક્કરબાગમાં તમામ લોકોને ફ્રી પ્રવેશ આપવામાં આવશે. આની સાથે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે તથા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી, ડ્રોઈંગ કોમ્પીટીશન, કિવઝ કોમ્પિટિશન યોજાશે. જ્યારે 9 ઓક્ટોબરે વિજેતાઓને ઇનામો અપાશે.

(12:53 pm IST)