Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયા : વેબસાઈટ અને પુસ્તકનું કર્યું વિમોચન

ગુજરાતમાં 'સ્વચ્છ ભારત મિશન ફેઝ-2' અંતર્ગત સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તાર

પોરબંદર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુની જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં સાકાર કરી ક્લીન ઇન્ડીયા મૂવમેન્ટ અને સ્વચ્છ ભારત 2.0 તેમજ અમૃત મિશન 2.0 નો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ શુકવારે પ્રારંભ કરાવ્યો છે.

અમૃત મિશન 2.0 અને સ્વચ્છ ભારત મિશન-2 નો જે શુભારંભ થયો છે તેમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો – સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહી ને ગાંધીનું આ ગુજરાત નવી ઊંચાઈ સિદ્ધ કરશે. ગાંધીજીના ગ્રામોત્થાન -સ્વચ્છતા મંત્ર સાર્થક કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વમાં સ્વરાજ થી સુરાજ્યની સંકલ્પ સિદ્ધિ ગુજરાતના સંદર્ભમાં વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વ સમાવેશક વિકાસયાત્રા આગળ ધપાવતા ગુજરાતમાં 'સ્વચ્છ ભારત મિશન ફેઝ-2' અંતર્ગત સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવા આવી રહ્યું છે.

(12:46 pm IST)