Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ધારી પંથકની સગીરા ઉપરના દુષ્કૃત્યના કેસમાં પકડાયેલા આરોપીને આજીવન કેદ

ધારી તા. ર :.. જીલ્લા મદદનીશ સરકારી  વકીલ બી. એમ. શિયાળની દલીલ રાજૂલા એડીશનલ સેશન્સ અને સ્પેશયલ (પોકસો) કોર્ટના જજ એસ. પી. ભટે મૌખીત દલીલ તથા દસ્તાવેજી પુરાઓ માન્ય  રાખી આરોપી વિજયભાઇ ભરતભાઇ બજાણીયા રે. ધારી વાળાએ સને ર૦૧૮ ની સાલમાં સગીર વયની કીશોરી સાથે ઇરાદાપૂર્વક બળજબરીથી અપહરણ કરી ભોગ બનનાર સાથે અપકૃત્ય કરેલ તેની ફરીયાદ ભોગ બનનારના વાલીએ કરેલ તે ફરીયાદ ચાલી જતા આઇપીસી કલમ ૩૭૬ ના ગુન્હામાં આજીવન કેદની સજા તથા એક લાખનો દંડ તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા પચાીસ લાખ ચુકવવા આઇપીસી કલમ ૩૬૩ ના ગુન્હામાં સાત વર્ષની સજા આઇપીસી કલમ ૩૬૬ ના ગુન્હામાં દસ વર્ષની સજા તથા આરોપીએ દંડ તથા પોકસો એકટની કલમ ર૯ તથા ૩,પ,૭ તથા ૪ મુજબના ગુન્હામાં આજીવન કેદ તથા પચીસ હજારનો દંડ પોકસો એકટની કલમ ૧૮ માં દસ વર્ષની કેદ તથા પચીસ હજારનો દંડ, આ કુલ સજા આજીવન કેદ અને દંડ એક લાખ પચાસ હજાર તથા પચીસ લાખ ભોગ બનનારને ચુકવવાનો હુકમ કરેલ છે. આ હુકમથી જીલ્લાભરના આરોપીમાં તેમજ સમાજમાં આવા પ્રકારના ગુન્હા થતા અટકાવવામાં આ ચુકાદો મદદ રૂપ થશે જેથી સમાજમાં ફફડાત ફેલાઇ ગયેલ છે.

(12:00 pm IST)