Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કચ્છના પાકડસરમાં શ્રી ઉદાસીન આશ્રમમાં પૂ.ગરીબદાસબાપુની પુણ્યતિથી ઉજવાઇ

વાંકાનેરઃ કચ્છમાં ભચાઉ તાલુકામાં આવેલ પાકડસર માં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ પરમ પૂજય સંતશ્રી ગરીબદાસબાપુની સમાધિની જગ્યા શ્રી ઉદાસીન આશ્રમ  ખાતે સંત શ્રી ગરીબદાસબાપુની ( ૩૮૭ મી પુણ્યતિથિ ) નિમિતે સંત શ્રી ગરીબદાસબાપુની સમાધિએ શ્રધ્ધાળુના મેળાનું ભવ્ય આયોજન પ્રતિ વર્ષ કરવામાં આવે છે, હાલ કોરોના ની મહામારી ના હિસાબે શ્રી ઉદાસીન આશ્રમ દ્વારા કોઈપણ જાહેરાત કરવામાં આવેલ નહોતી છતાંય શ્રદ્ઘાનું પ્રતીક એવા પાકડસર માં પૂજય સંત શ્રી ગરીબદાસબાપુની પુણ્યતિથિ હોય તમામ સમાજના લોકોએ હજારો ભાવિક ભકતજનોએ દર્શન, મહા આરતીના દર્શન તેમજ 'મહા પ્રસાદ' લીધેલ હતો. પૂજય સંત શ્રી ગરીબદાસબાપુ ની પુણ્યતિથિ નિમિતે અહીંયા તળાવ આવેલ છે જયાં મહંત પૂજય સંત શ્રી ક્રિષ્નાનંદબાપુ એ તળાવ માં સૌ પ્રથમ શ્રાદ્ઘ નિમિતે કાચબાઓને અહીંયા બનાવેલ ખીચડો અને ખીર ધરાવવામાં આવેલ, પરમ પૂજય સંત શ્રી ગરીબદાસબાપુની પુણ્યતિથિ ના પાવન અવસરે સૌ પ્રથમ ઉદાસીન આચાર્યદેવશ્રી ૧૧૦૮ જગતગુરૂશ્રી ચંદ્ર ભગવાન નું વિશેષ પૂજન અર્ચન, અર્ચદાસ કરવામાં આવેલ અને પૂજય શ્રી ગરીબદાસબાપુની જીવંત સમાધિ દિવસ હોય બપોરે બાર કલાકે ઢોલ, નગારા અને શંખ દ્વારા પરમ પૂજય મહંત શ્રી ક્રિષ્નાનંદબાપુએ મહા આરતી  ઉતારેલ હતી અને આ જગ્યામાં બિરાજમાન શિવ મંદિર, શ્રી ચંદ્ર ભગવાન નું મંદિર તેમજ બધા મંદિરોમાં તથા દરેક સમાધિએ આરતી કરવામાં આવેલ હતી. એક વિશેષમાં ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ શ્રી ચદ્રં ભગવાન પોતે આખા શરીર માં ભભુતી ધારણ કાયમ કરતા જેથી પૂજય સંત શ્રી ગરીબદાસબાપુની પુણ્યતિથિ ના દિવસે મહંત પૂજય સંત શ્રી કૃષ્નાનંદબાપુએ પણ ભભુતી લગાડીને પૂજન આરતી શ્રદ્ઘાપૂર્વક ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે કરેલ હતી. આરતી બાદ સંતો, મહતો એ મહા પ્રસાદ લીધેલ હતો તેમજ દરેક સમાજના લોકોએ હજારો ભાવિકોએ મહા પ્રસાદ લીધેલ હતો. એક દિવ્ય માહોલ ભકિતમય સર્જાયેલ હતું વીશાળ માનવ મહેરામણ ઉમટેલ હતો જે યાદી કચ્છ પાકડસર શ્રી ઉદાસીન આશ્રમના ભકતજન હિતેષભાઇ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:59 am IST)