Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ભાણવડ પાલીકા ચુંટણી જીતવા કોંગ્રેસ, ભાજપ, આપનું એડીચોટીનું જોર !!

ખંભાળીયા, તા., ૨: ભાણવડ પાલીકાની આવતી કાલે યોજાનાર ચુંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય મુખ્ય સ્પર્ધકો એડીચોટીના જોર સાથે મરણીયા થયા છે.

કોંગ્રેસના થયેલા વિકાસ કાર્યો, જયાં જુઓ ત્યાં ખાડા, પાણી નિયમીત નહી જેવા કારણો સાથે જીત માટે ધારાસભ્ય વિક્રમભાઇ માડમ અને જી.પં. સદસ્ય કે.ડી.કરમુરની આગેવાનીમાં મેદાને પડયું છે તથા તાજેતરમાં પટેલ મતદારોને આકર્ષવા હાર્દિક પટેલની સભા પણ યોજાઇ ગઇ છે. ત્યારે ભાજપ શહેરના વિકાસ કાર્યો ના થવા બદલ કોંગ્રેસને જવાબદાર ગણાવીને બે વર્ષમાં સામાન્ય સભાના યોજાઇ બે-બે વખત અંદાજપત્ર નામંજુર ૧૬ કરોડની ગ્રાંટો વણવપરાયેલી પડી રહી. ભાજપના આઠ સભ્યોને ખેડવીને મધ્ય ચુંટણી લાવવા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવીને ફરી જીતવા પ્રયત્નો કરે છે. ગત વખતે ર૪ માંથી ૧૬ બેઠકો ભાજપને મળેલી.

તો આપ પાર્ટી બે ઝઘડે છે. તથા પોતાની કોરી પાટી રાખીને જીત માટે ત્રિપાંખીયો જંગ કરીને ફાયદો મેળવવા મેદાને પડી છે. ત્યારે જે ભાણવડની અત્યંત ચતુર અને વિલક્ષણ જનતાને સમજાવવામાં સફળ થશે તે જ સતા કબ્જે કરશે તે નિશ્ચિત મનાય છે.

કલેકટર તથા

એસ.પી.ની મુલાકાત

ભાણવડ નગર પાલીકાની ચુંટણી માટે ૩-૧૦-ર૧ના રોજ મતદાન યોજાનાર હોય તે સંદર્ભમાં ગઇકાલે ભાણવડની મુલાકાત જીલ્લા તેમ એ લીધી હતી.

જીલ્લા કલેકટરશ્રી એમ.એ. જી. પો.વડા શ્રી સુનીલ જોશી, ચુંટણી અધિકારી સંજય કેશવાલા, ડીવાયએસપી શ્રી હિરેન્દ્ર ચૌધરી તથા સ્થાનીક પો.સ.ઇ. શ્રી નિકુંજ જોશી તથા અધિકારીઓ જોડાયા હતા.

ઇવીએમ મશીનો તથા મતદાન બુથોની મુલાકાત લીધી હતી તથા તમામ બુથો પર ચુસ્ત બંદોબસ્ત રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તથા અગાઉની ચુંટણીના સંદર્ભમાં સંવેદનશીલ તરીકે નોંધાયેલ બુથ પર વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

(11:58 am IST)