Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગોંડલમાં પાંચ લાખની ઉઘરાણી પ્રશ્ને કારખાનેદાર દંપતિને બે શખ્સોએ ધમકી આપી

કૌશિક સોજીત્રા અને વિમલ સોજીત્રા સામે પોલીસમાં ફરિયાદ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨ : ગોંડલના રાધા પાર્કમાં રહેતા અને ભુણાવા જીઆઇડીસીમાં સનમાઈકાની સીટો બનાવવાનું કારખાનું ધરાવતા દંપતીને રૂપિયા પાંચ લાખની ઉઘરાણી બાબતે બે શખ્સોએ ધાક ધમકી આપતા પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રાધા પાર્કમાં રહેતા વર્ષાબેન હિતેશભાઈ દલસાણીયા એ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી કે કૌશિક સોજીત્રા અને વિમલ સોજીત્રા નામના બે શખ્સોએ રૂપિયા ૫૧૫૦૦૦ ની ઉઘરાણી બાબતે તેને તથા તેના તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદ પરથી આરોપીઓ વિરૂદ્ઘ ૫૦૬-૨, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ફરિયાદી વર્ષાબેને પોલીસને જણાવ્યું હતું કે આશરે દોઢેક વર્ષ પહેલા વાઇટ કોલ નો વેપાર કરતાં ઉપરોકત બંને શખ્સો પાસેથી રૂપિયા ૫૧૫૦૦૦નો વ્હાઇટ કોલ સનમાઈકા બનાવવા માટે લીધેલ હતો પરંતુ લોકડાઉનના કારણે કારખાનું બંધ હોય બાકી પૈસા ન ચૂકવી શકતા ઉપરોકત આરોપીઓએ ધાક ધમકીઓ સાથે મારી નાંખવાની ધમકી આપી હતી.(

(11:53 am IST)