Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કાલે ભાણવડ-ઓખા પાલિકાની સામાન્ય તથા અન્ય પેટા ચૂંટણી

રાજકોટ જીલ્લા પંચાયતની પેટાચૂંટણી માટે કાલે મતદાન : મંગળવારે મત ગણતરી

રાજકોટ,તા. ૨: કાલે દેવભૂમિ દ્વારા જીલ્લાની ભાણવડ નગરપાલિકા તથા ઓખા નગરપાલિકા સહિત જીલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી છે. જેથી મંગળવારે મતગણતરી થશે.

રાજકોટ જીલ્લા પંચાયતની શિવરાજપુર અને સાણથલી બેઠક ઉપરાંત કચ્છના ભચાઉ પાલિકાની એક તથા જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક માટે મતદાન થશે.

જૂનાગઢ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં.૮ની પેટા ચૂંટણી, વિસાવદર નગરપાલિકાનાં વોર્ડ નં.૧ ની પેટા ચૂંટણી, માણાવદર નગરપાલિકાના વોર્ડ નં.૪ ની પેટા ચૂંટણી તથા વિસાવદર તાલુકા પંચાયતના ૪- ઢેબર બેઠકની પેટા ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ. જે અંતર્ગત મહાનગરપાલિકા, જૂનાગઢના વોર્ડ નં.૮, નગરપાલિકા વિસાવદરનાં વોર્ડ નં.૧ તથા નગરપાલિકા માણાવદર વોર્ડ નં.૪ ની ચૂંટણીઓ માટે મતદાન/મતગણતરી થનાર છે.

આ ચૂંટણી પ્રક્રિયામાં મતગણતરીના દિવસોએ મત ગણતરીના સ્થળે ચૂંટણીના પરિણામો જાણવા માટે મોટી સંખ્યામાં માણસો એકત્ર થવાની શકયતાઓ રહેલી છે. ચૂંટણીના પરિણામોના કારણે તેના પ્રત્યાધાતો પડે તેવી સંભાવના રહેલી છે. આ કારણે મતગણતરીના સ્થળે તંગદીલી ભર્યુ વાતાવરણ ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ અમૂક કૃત્યો પર પ્રતિબંધ મૂકવાની જરૂર જણાય છે.

રચીત રાજ, આઇ.એ.એસ., જિલ્લા મેજીસ્ટ્રેટ, જૂનાગઢ જિલ્લો, ફલજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મને મળેલ સત્ત્।ાની રૂએ ઉકત ચૂંટણીની મત ગણતરી જયાં થનાર છે પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

(11:51 am IST)