Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ચરાડવામાં પૂ.દયાનંદગીરીબાપુનાં આર્શિવાદ લઇને બ્રિજેશભાઇ મેરજા કાલે યાત્રા શરૂ કરશે

નવનિયુકત રાજ્યમંત્રી દ્વારા 'જન આશિર્વાદ' યાત્રાનું કાલે મોરબી જીલ્લામાં પરિભ્રમણ

રાજકોટ,તા. ૨: રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની કાલથી 'જન આર્શિવાદ યાત્રા' નો પ્રારંભ કાલે તા. ૩ને રવિવારે થશે. હળવદના ચરાડવાનાશ્રી મહાકાળી આશ્રમના મહંત પૂ. દયાનંદગીરી બાપુના આશિર્વાદ લઇને બ્રિજેશભાઇ મેરજા યાત્રાનો પ્રારંભ કરશે.

આ યાત્રાનો કાલે સવારે ૮:૩૦ વાગ્યે ચરાડવાથી પ્રારંભ થયા બાદ ૯ વાગ્યે નીચી માંડલ, ૯:૩૦ મહેન્દ્રનગર ચોકડી, ૧૦ બેલા, ૧૦:૪૫ જેતપર, ૧૧:૧૫ અણીયારી ચોકડી, ૧૨ માળીયા (મી), ૧૨:૩૦ સરવડ, ૨:૩૦ મોટાભેલા, ૨:૪૫ ચમનપર, ૩ રામબાઇ મંદિર તથા શ્રીમદ રાજચંદ્ર મંદિર -વવાણીયા, ૩:૩૦ મોટા દહિસરા અને ૪:૪૫ વાગ્યે કબીરઆશ્રમ નાની વાવડી પહોંચશે.

જ્યારે મોરબી શહેર મુખ્ય માર્ગ ઉપર અભિવાદનકર્તા યાત્રા ફરશે. માર્ગમાં આવતા મંદિરોમાં દર્શન કરશે. સમાપન સમયે અભિવાદન સભા થશે.

જેમાં યાત્રાનો પ્રારંભ સર્કિટ હાઉસ ,થી મહારાણા પ્રતાપ, ચોક પુલ ઉપર થઈ દરબારગઢ, થી નગર દરવાજા ચોક, થી શાકમાર્કેટ, થઈ ગાંધી ચોક, થી વિજય ટોકીઝ ,થી જુનાબસ સ્ટેન્ડ ,સાવસર પ્લોટ ,થી નાગરિક બેંક ,થી રવાપર રોડ થઈ મોરબી શહેર કાર્યાલય ,થી બાપા સીતારામ ચોક, યાત્રા પૂર્ણ થશે. જેમાં  સ્વાગત પોઇન્ટ & જવાબદારી (૧) મહારાણા પ્રતાપ ચોક વોર્ડ નંબર  ૩/૪, (૨) દરબારગઢ રામ મહેલ વોર્ડ નંબર ૨ /૫, (૩) નગર દરવાજા ચોક વોર્ડ નંબર  ૧/૧૩, (૪) જુના બસ સ્ટેન્ડ પેટ્રોલ પમ્પ વોર્ડ નંબર ૬/૧૧, (૫) મોરબી શહેર કાર્યાલય  વોર્ડ નંબર ૭/૧૨, (૬ ) બાપા સીતારામ ચોક વોર્ડ નંબર ૮/૯/૧૦ ખાતે

સાથી કાઉન્સિલર મિત્રો અને સંગઠનના હોદ્દેદારો નાગરિકો ફુલ હાર સાલ પુષ્પગુચ્છ આપી દરેક પોઇન્ટ પર સ્વાગત કરશે. અને ફ્રુટ ની શેરી ગલી અને દુકાનો પુષ્પવર્ષા કરે તેવી વ્યવસ્થા કરાશે બ્રિજેશભાઈ મેરજાનું દિવ્ય અને ભવ્ય ના ભૂતો ન ભવિષ્યતિ સ્વાગત  લાખાભાઈ જારીયા, પ્રમુખશ્રી મોરબી શહેર ભાજપ, રીસીપભાઈ કૈલા, ભાવેશ કણજારીયા મહામંત્રી શ્રી મોરબી શહેર ભાજપએ જણાવ્યું હતું.

(11:50 am IST)