Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

જોડીયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ તાલુકાના પંચાયત જોડીયાના ગ્રાઉન્ડના હડતાલ ઉપર ઉતર્યા

વાંકાનેર,તા.૨ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે આજથી જોડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ જોડિયા ના તાલુકા પંચાયત ગ્રાઉન્ડ માં હડતાલ ઉપર ઉતરી ગયેલ છે,તલાટી કમ મંત્રી કેડર ના પડતર પ્રશ્નોે જેવા કે ૨૦૦૪ થી ૨૦૦૬ નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીના ફિકસ પગાર ના ગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળગ ગણી બઢતી પર્વવતા ઉચ્ચતર પગાર ધોરણના લાભ આપો, તારીખ : ૧ / ૧ / ૨૦૧૬ બાદ પ્રથમ અને દ્રિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મજૂરી કરવામાં આવે,તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી આકડા સહકાર માં પણ પ્રમોશન આપો,રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસુલ વિભાગના ૨૦૧૭ માં થયેલ પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે ૪૪૦૦ / રૂપિયા આપો,અને ૨૦૦૬માં નિમણુંક પામેલ તલાટી કમ મંત્રીને તારીખ : ૧૮ / ૧ / ૨૦૧૦ ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી -થમ ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવે, ઈ ટાસ કે અન્ય ઉપકરણથી તલાટી કમ મંત્રીની હાજરી પુરવાના નિર્ણયો રદ કરવામાં આવે,આતર જિલ્લા ફેર બદલીના લાભો ઝડપથી આપવા નીતિ કરવામાં આવે,પંચાયત વિભાગ સિવાય અન્ય વિભાગોની વધારાની કામગીરી ના સોંપવામાં આવે,તલાટી કમ મંત્રીને ફરજ મોફૂંકી કરવા માટેની ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે, ફરજ મોફૂંક તલાટી કમ મંત્રીઓના કિસ્સામાં તપાસ ઝડપથી પૂર્ણ કરી પુ્ન નિમણુંક કરવામાં આવે,તલાટી કમ મંત્રી ઉપર વારંવાર થતા હુમલા રોકવા કાયદાકીય રક્ષણ આપવામાં આવે, તલાટી કમ મંત્રીઓનું નવીન મહેકમ મંજુર કરી નવી ભરતી કરી ૅ એક એક તલાટી ૅ ની નિમણુંક કરવામાં આવે આવા અનેક પડતર પ્રશ્નો માટે આજથી જોડિયા તાલુકાના તલાટી કમ મંત્રીઓ તાલુકા પંચાયત જોડિયા ના ગ્રાઉન્ડ માં હડતાલ ઉપર ઉતરેલ છે અને તમામ -કારની ઓનલાઇન કામગીરી તથા મહેસુલી કામગીરીનો આજથી બહિષ્કાર કરવામાં આવેલ છે તલાટી ક્રમ મંત્રીઓના પ્રશ્નો ઉકેલવા જામનગર જિલ્લા કલેકટર ને તેમજ જોડિયા ટી, ડી ઓ પણ આવેદન પત્ર અગાવ આપેલ છે પરંતુ કોઈ ઉકેલ નહીં આવતા આજરોજ જોડિયા તાલુકા પંચાયત ના ગ્રાઉન્ડ માં એક દિવસ ધરણા ઉપવાસ નો કાર્યક્રમ છે હજીપણ કોઈ ઉકેલ નહીં આવે તો જામનગર જિલ્લા કક્ષાએ આગામી તા ૭ મીના ધરણાનો કાર્યક્રમ છે ત્યાંથી પણ જો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી તારીખ : ૧૨ / ૧૦ / ૨૧ ના ગાંધીનગર સચિવાલય ખાતે અમો જવાનાં છીએ જે તલાટી મંત્રી શ્રી પનારાભાઈની યાદીમાં જણાવાયું છે.

(11:56 am IST)