Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મુન્દ્રા ડ્રગ્સ પ્રકરણમાં કોઇમ્બતુરથી ઝડપાયેલા રાજકુમારના ૪ ઓકટો. સુધી રિમાન્ડ

ચેન્નાઇના વૈશાલી, સુધાકર જેલ હવાલે : દેશની સુરક્ષાને સાંકળતી બાબત હાઇકોર્ટનું આકરૂ રૂખ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨ : ૨૧૦૦૦ કરોડનું ત્રણ હજાર કિલો હેરોઈન દેશમાં ઘુસાડવાના નાપાક ષડયંત્ર પ્રકરણમાં રાષ્ટ્રીય અખબારોમાં છપાયેલા સમાચાર અત્યારે ચર્ચામાં છે.

આ કેસમાં ભુજની નાર્કોટિકસ કોર્ટે આકરૂ રૂખ દર્શાવ્યું છે. ડીઆરઆઈ ને અદાણી પોર્ટ મુન્દ્રાની ભૂમિકા સામે આકરા સવાલો કોર્ટે પૂછ્યા છે. આયાતકાર દંપતી વૈશાલી અને સુધાકરની કંપની આશી. ટ્રેડિંગ કુ.ની ઓફીસ ચેન્નાઈમાં કાર્યરત હોવા છતાંયે તેમણે શા માટે મુન્દ્રા પોર્ટ ઉપર મંગાવ્યો? આ બન્ને વૈશાલી અને સુધાકરના રિમાન્ડ પૂરા થઈ જતાં તેમને ભુજની જેલ હવાલે કરાયા છે. આ ઉપરાંત આ પ્રકરણમાં કોઇમ્બતુર થી રાજકુમાર નામનો શખ્સ પણ ઝડપાયો છે.

ઈરાન સાથે કનેકશન ધરાવતા રાજકુમારની ડીઆરઆઈ એ ધરપકડ કરી તેને ભુજ કોર્ટમાં રજૂ કરતાં તેના ૪ ઓકટો. સુધીના રિમાન્ડ મળ્યા છે. રાજકુમાર કચ્છના મુન્દ્રા બંદર સુધી ઉતરેલા ડ્રગ્સ ઉપર નજર રાખતો હોવાનું ખુલ્યું છે. જોકે, આરોપીઓની પૂછપરછ અંગે બહાર આવેલી વિગતો વિશે સત્તાવાર કોઈ માહિતી અપાઈ નથી.(

(11:43 am IST)