Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

લાલાવદર પ્રા.શાળા દ્વારા વિનામૂલ્યે ઔષધીય વનસ્પતિ રોપાનું વિતરણ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨: ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય અભિયાન 'આયુષ આપ કે દ્વાર'કાર્યક્રમ દેશની 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત ઉજવવામાં આવી રહ્યો છે. આપણાં દેશને સ્વતંત્રતા મળે ૭૫ વર્ષ પૂર્ણ થયાનાં ઉપલક્ષ્યમાં અને લોકોમાં ઔષધીય વનસ્પતિઓના પરિચય અને ઉપયોગ બાબતે જાગૃતિ લાવવાનાં ઉમદા હેતુથી સમગ્ર દેશમાં ૭૫ લાખ ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવાનું લક્ષ્ય રાખેલ છે.જે અંતર્ગત શ્રીલાલાવદર પ્રા.શાળા તા.વિંછીયાને ફાળવવામાં આવેલ તાલુકાની એકમાત્ર શાળા નર્સરીમાંથી લાલાવદર ગામ તેમજ આજુબાજુની શાળાઓમાં અરડૂસી, તુલસી, ગળો,લીલીદેશીમેંદી, ચણોઠી, વાયુવરણો, કરેણ , જાસુદ, અર્જુન-સાદડ, ગરમાળો, ગુગળ, બોરસલી, ખીજડો, પારિજાત, ફાલસા, જાંબુ, રાવણા, પલાશ, આસોપાલવ જેવી અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિનાં રોપાનું જરૂરીયાત મુજબ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.તેમજ આગામી સમયમાં પણ આ વિતરણ ચાલુ રાખવામાં આવશે. જેથી,લોકો આરોગ્ય-સુખાકારીમાં આ દેશી ઔષધીય વનસ્પતિનાં ઉપયોગ પરત્વે જાગૃત બની દેશની ઉત્ત્।મ સ્વાસ્થ્ય જાળવણીમાં પોતાનું યોગદાન આપી શકે.અનેકાનેક વૃક્ષોથી સુશોભિત એવી ખરા અર્થની ગ્રીનશાળા લાલાવદર પ્રા.શાળાની નર્સરીનો લાભ ગામનાં લોકો ઉપરાંત આજુબાજુની શાળાઓ ઉત્સાહપૂર્વક લઈ રહ્યા છે.

(10:40 am IST)