Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

બાબરા તાલુકા પંચાયતનું નવનિયુકત બિલ્ડીંગનું ખાતુમુહૂર્ત

(દિપક કનૈયા દ્વારા) બાબરા, તા. રઃ બાબરા તાલુકા પંચાયતની  બિલ્ડીંગ સરકાર દ્વારા મંજૂર થતાં અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના મંત્રી હકુભા જાડેજા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ જીલ્લા ભાજપ ના પ્રમુખ કૌશિક ભાઇ વેકરીયા જીલ્લા પંચાયત ના પ્રમુખ જસવંતભાઇ મોવલીયા જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી  નગરપાલિકા ના પ્રમુખ લલીતભાઇ આંબલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન બીપીનભાઇ રાદડીયા, રામાભાઇ સાનેપરા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા નાગરાજ ભાઇ વાળા  જીલ્લા પંચાયત ના સભ્ય  હીંમતભાઇ દેત્રોજા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઇ ભાયાણી અલ્તાફભાઈ નથવાણી સામતભાઇ રાતડીયા નગરપાલિકા ના સદસ્યો તાલુકા પંચાયત ના સદસ્યો સરપંચ શ્રી ઓ સહિત ગ્રામ્ય વિસ્તારના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છેકે બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડ દ્વારા સન ૨૦૧૭ ની સાલ માં ધારાસભ્ય પદે હતા ત્યારે બનાવા માટે રજુઆતને સરકારમાં મંજુર કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ બુટાણી એ સરકાર શ્રી નો આભાર વ્યકત કર્યો હતો.

(1:01 pm IST)