Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ગુરુકુલ પ્રણેતા શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૧માં જન્મજયંતી વર્ષ નિમિત્તે પુરાણી બાલકૃષ્ણદાજી સ્વામીના હસ્તે દ્રોણેશ્વર ગુરુકુલમાં વૃક્ષારોપણ કરાયું

ઉના તા. ૨ વિશ્વ જ્યારે પર્યાપરણ દિન ઉજવી રહ્યું છે ત્યારે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી અને ફરજ છે.

કોરોના મહામારીના કપરા કાળમાં આપણને પરોક્ષ રીતે ઓકિસજનનું મહત્વ સમજાઇ ગયું છે. વૃક્ષો આપણને ઓકિસજન પુરો પાડે છે. એ ભૂલવું જોઇએ નહીં.

તાજેતરમાં ઉના વિસ્તારમાં વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા છે ત્યારેગુરુકુલના આદ્ય પ્રણેતા શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૧માં જન્મજયંતી વર્ષ નિમિત્તે અને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ પુરાણી બાલકૃષ્ણદાજી સ્વામીની આગેવાની નીચે દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ  ગુરુકુલ પરિસરમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ભંડારી સવામી હરિકૃષ્ણદાસજી, કોઠારી નરનારાયણદાસજી સ્વામી, પુજારી સ્વામી  હરિદર્શનદાસજી  પણ જોડાયા હતા.

અગત્યની વાત તો એ છે કે, નવા વાવેલા છોડને પાણી પાવા વગેરે માવજત અને ઉછેરની તમામ જાળવણી પુરાણી ધર્મપ્રસાદદાસજી સ્વામી અને હરિપ્રિયદાસજી સ્વામી તથા કૃષ્ણજીવનદાસજી સ્વામીએ સંભાળી છે.

(12:38 pm IST)