Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મોરબીમાં ૧૨૫થી વધુ ગણેશ મુર્તિઓનું વિસર્જન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૨ :  વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ મહારાજનું સ્થાપન કરીને ભકતોએ પૂજન અર્ચન કર્યું હતું અને આજે ગણેશ વિસર્જનનો દિવસ આવ્યો હોય ત્યારે મોરબી પાલિકા કચેરી દ્વારા આરટીઓ કચેરી નજીક નદીમાં ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરી હતી અને ૧૨૫ થી વધુ ગણપતિના વિસર્જન કરવામાં આવ્યા હતા.

નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ આરટીઓ કચેરી પાસે ગણપતિ વિસર્જન સ્થળે પાલિકાના રોશની વિભાગના સૂર્યકાન્તભાઈ પાટીલને લાઈટની વ્યવસ્થા કરવા, વિસર્જન સ્થળે રસ્તો બનાવવા અને પચ્ચીસ માણસો સાથે જેસીબી અને બે હાઈદ્રા સાથે હાજર રહેવા હિતેષ રવેશિયા અને મંગલસિંહ ઝાલા તેમજ આરટીઓ ઓફીસ પાસે પાંચ તરવૈયાઓ અને પાંચ અન્ય કર્મચારી હિતેશભાઈના હવાલે મુકવા ગેરેજ વિભાગને સૂચનાઓ આપી હતી અને આરટીઓ કચેરી નજીક નદીમાં ગણપતિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ૧૨૫ થી વધુ ગણપતિનું વિસર્જન કરાયું હતું કોરોના મહામારીને પગલે જાહેર ઉત્સવો યોજાયા ના હતા.

જોકે ભકતોએ ઘરે ગણપતિ સ્થાપન કર્યું હતું અને આજે ભકિતભાવથી વિસર્જન કર્યું હતું તો કોઈ અનિચ્છનીય દ્યટના ના બને તે માટે પાલિકા અને પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં પાલિકા ટીમ દ્વારા જ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું.

(11:58 am IST)