Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

સુરેન્દ્રનગરમાં ૫૦ સફાઇ કામદારોનો કોરોના ટેસ્ટ કરાતા બે મહિલાને પોઝીટીવ

લખતરમાં કોરોના કેસો વધ્યા છતા તંત્રનો બેજવાબદારી ભર્યો વહિવટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના જુની બીંલ્ડીંગમાં વહિવટદાર અનીલકુમાર ગોસ્વામીના આદેશથી ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફીસર નીરાલીબેન દોશી,એમો ડો કૃપાલીબેન શેઠ, એસ આઈ વીજયભાઇ સોલંકી, પી, એચ, એન, પાયલબેન રાઠોઠ, લેબ ટેકશીયન કવિતા એમ રાઠોડ, ફાર્માસીન્સ નીલમબેન પારઘી પીયુન પ્રતીકભાઇ એ આશરે ૫૦ સફાઇ કામદારોનો કોરોના ટેસ્ટ કર્યા હતા તેમા બે મહીલા સફાઇ કામદારના કોરોના પોઝિટિવ આવ્યો હતો.

લખતરમાં કેસો વધ્યા

લખતરમાં તાજેતરમાં કોરોના પોઝીટીવની સંખ્યા ઘણી આવી છે પરંતુ સરકારી તંત્ર લોકોને કોરોના દર્દીઓના હવાલે મુકતું હોય તેમ હવામાં ઉડે છે ખોટા બહાના કાઢે છે કે જેવા કે દર્દીનું નામ જાહેર કરીએ તો લોકો દર્દી સાથે ગેરવર્તન કરે છે. કોરોના પોઝીટીવના દર્દીના આજુબાજુના ઘરના લોકોને સાવચેત રહેવા માસ્ક પહેરવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અંગે સાવચેત કરતું નથી. કન્ટેનમેન્ટ કે બફરઝોન જાહેર કરતું નથી તે વિસ્તાર સિલ કરવાનો હોય છે કે કેમ તેપણ જાહેર કરતું નથી, કોરોના પોઝીટીવ દર્દી બેરોકટોક બહાર ફરે છે અને લોકો જાણ કરે છે તોય દર્દી ને કોઈ સમજાવતું નથી તેવી ફરીયાદો લોકોમાં સંભળાય રહી છે.

તો શું કોરોના હવે સંક્રમિત થવાથી નથી થતો ? કન્ટેન્ટમેન્ટ કે બફરઝોન જાહેર કરાય છે તો કોને જાણ કરાય છે ? લખતર ગ્રામ પંચાયત ને જાણ કરતું નથી તેમ છતાં લખતર સેનેટરી ઇન્સ્પેકટર પોતે લોકો પાસે થી માહિતી મેળવી દર્દી ની આજુબાજુ સેનેટાઇઝ કરાવે છે કોરોનાના દર્દીના ઘરે રોજકામ કરવા માં આવે છે તો શું તેમાં સહી કરનાર અધિકારીઓ દર્દીના ઘર દર્દીની હાજરીમાં સહી કરે છે કે તેમની ઓફિસે સહી લેવામાં આવે છે કે પછી એકસાથે ચાર પાંચ કેસનું રોજકામ એક સાથે કરાય છે તો શું લખતર નું અને સુરેન્દ્રનગરનું સરકારી તંત્ર લખતરના લોકોને અંધારામાં રાખી કોરોના પોઝીટીવ ની સંખ્યા વધારવા માંગે છે કે પછી લોકો ને કોરોના ના હવાલે છોડી દેવા માંગે છે તેવો પ્રશ્ન લખતરની જનતામાં પુછાઇ રહ્યો છે.

(11:50 am IST)