Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોડીનાર તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને સહાય ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત

કોડીનાર,તા. ૧: ગીર સોમનાથ જીલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોને મોટી નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે ત્યારે કોડીનાર સરપંચ સઘ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી કોડીનાર તાલુકા સહિત સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં લીલો દુકાળ જાહેર કરવા માંગ કરી છે.

મુખ્યમંત્રી ને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ અને કોડીનાર તાલુકામાં છેલ્લા એક મહિનાથી વરસી રહેલા વરસાદના કારણે ખેતીની જમીનમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યાં છે,જયાં જુઓ ત્યાં પાણી જ નજરે પડતું હોય જગતનો તાત ચિંતાતુર બન્યો છે,હજુ પણ વરસાદ વિરામ લેવાનું નામ લેતો ન હોય કોડીનાર સાથે સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોને થયેલી નુકસાનીનું પૂરેપૂરૃં વળતર જાહેર કરવા માંગણી કરી હતી.તેમજ કોડીનાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુભાષભાઈ ડોડીયાએ પત્ર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ કોડીનારમાં હમણાં સુધી મોસમનો ૫૯ ઇંચ જેટલો ભારે વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોવાનું જણાવી ,ખેડૂતોના પાક ની નુકસાનીનું માર્કેટીંગ યાર્ડ કોડીનાર દ્વારા ડ્રોન કેમેરા થી વિડીયોગ્રાફી કરી તેની સી.ડી.મુખ્યમંત્રીને મોકલી કોડીનાર તાલુકાના ખેડૂતોના નિષ્ફળ ગયેલઙ્ગ પાકો નું સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવવા માંગ કરી હતી.

(11:48 am IST)