Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પોરબંદરને રેલ્વે પ્રશ્ને લાંબા સમયથી અન્યાયઃ અસરકારક રજુઆતની જરૃર

રેલ્વે ટ્રેકનું વિધુતીકરણ પુર્ણ થયા બાદ રેલ્વે સુવિધાની જુની માગણીઓ પુર્ણ કરવા માંગ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨: ભાવનગર રેલ્વે ડીવીઝનલમાં સાંસદ સ્વ. ગોરધનભાઇ જાવીયા (ભાજપ) બે  ટર્મ  તથા સ્વ.સાંસદ  વિઠલભાઇ રાદડીયા (કોંગ્રેસ તથા ભાજપ) પશ્ચિમ રેલ્વે ભાવનગર ડીવીઝનમાં ડી.આર.યુ.સી. સભ્ય તરીકે સફળ પ્રતિનિધીત્વ  કરી સફળતા પોરબંદર રેલ્વે સ્ટેશન તેમજ પોરબંદર લાલપુર જામનગર રાજકોટ તેમજ પોરબંદર વાંસજાળીયા જામજોધપુર ઉપલેટા, ધોરાજી વિગેરે વિસ્તારને રેલ્વે સુવિધા મળી રહે તેવી સતત રજુઆત કરવામાં આવતી મુદાસર અને ટેનીકલ હકિકત ધ્યાને રાખી અને અભ્યાસ સાથે રજુઆત કરવામાં આવે તો સકારાત્મક પ્રતિભાવ મળે છે. સાથે સાથે જે કાંઇ પણ માંગણી મુકાય કે વિકાસ સંબંધે સુવિધા મેળવવા રજુઆત કરવામાં આવે તો પ્રતિભાવ મળ્યા વગર રહેતો નથી.

જો કે ભારતીય રેલ્વેનું કાર્ય ધીમુ ગોકળ ગાયની ગતિએ તેમજ સ્થાનીક રેલ્વે સ્ટેશનના સંબંધીતો અધિકારી સાથે સુમેળ જરૃરી છે.તેઓની મુશ્કેલી વિગેરે સમજવી જાણ્યા સમજયા પછી યોગ્ય વિભાગને યોગ્ય માહીતી સભર રજુઆત કરવામાં આવે અને રજુઆત કરનાર સભ્ય મહદઅંશે કેટલા જાગૃત છે તે પણ ધ્યાને લેવાય છે.

ડી.આર.યુ.સી.સી.ની પૂવે સભ્ય હેમેન્દ્રકુમાર એમ.પારેખ સ્થાનીક કક્ષાએ પોરબંદર રેલ્વે કર્મી અધિકારી સાથે તેમજ ભાવનગર ડીવીઝનના સબંધીત વિભાગ સાથે સુમેળ જળવાય. જયારે જયારે મીટીંગ ડી.આર.યુ.સી.સી.ની મળવાની થાય ત્યારે ઉદાસીનતા રાખવાના બદલે મીટીંગમાં એજન્ડામાં સમાવિષ્ટ થાય તેવા સુચનો એજન્ડા મોકલવા તેના પરથી અભ્યાસ કરી આગોતરો તૈયાર કરી જાણકારી વાંચન માટે ઉપસ્થિત સભ્ય શ્રીને આપવામાં આવે તે ઉપર સંતોષકારક માહીતી આપેલ હોય હાજર સભ્ય શ્રી વાંધો ઉઠાવે નહી તો ડીઆરયુસીસી મીનીટસમાં સમાવેશ કરવામાં આવે એટલું જ નહી ડીઆરયુસીસી મીટીંગમાં એજન્ડામાં સમાવેશ કરવામાં આવેલ ન હોય પરંતુ જે એજન્ડા સુચના સ્વીકારાયેલ અને ચર્ચામાં મુકાયેલ તૈયાર કરી આપેલ પ્રત્યુતર પર વિસ્તૃત ચર્ચા કરવા સભ્યશ્રીને અધિકારી હોય તેની રજુઆત મુદાસર હોવી જોઇએ અને સ્વીકૃત પણ થાય પુર્વ ડીઆરયુસીસી સભ્યશ્રીએ તેમને મળેલી ચારેય ટર્મ પોરબંદર રેલ્વે સ્ટેશનના વિકાસ સુવિધા ટ્રાફીક  સમસ્યા રેલ્વેની આર્થીક સંબંધે અને તે ધ્યાનમાં રાખી પોરબંદર રેલવે સ્ટેશન અને ભાવનગર ડીવીઝનના રેલ્વે સ્ટેશનને સ્પર્શતા પ્રશ્નોની રજુઆત મોટે ભાગે સફળતા મેળવી.

હાલ વિરમગામ સુરેન્દ્રનગર રાજકોટ ઓખા લાઇન સુધી રેલ્વે ટ્રેઇકપર રેલ્વે લાઇનનું વિદ્યુતીકરણ કામ પુર્ણ થવામાં અથવા થઇ ગયેલ છે. આ કામ મંજુર થયેલ તે સમયે પુર્વ ડીઆરયુસીસી સભ્યે રાજકોટ પોરબંદર વિદ્યુતકરણ માટે કેન્દ્રીય રેલ્વે વિભાગના મંત્રીશ્રી તથા બોડમાં તેમજ હેડ ઓફીસ ચર્ચગેટ મુંબઇ ભાવનગર ડીવીઝનને પત્ર વહેવારથી મુદાસર રજુઆત કરેલ.

જેતલસર જંકશનથી ઢસા સુધી ૯૦ કિલોમીટર મીટરગેજમાંથી બોડગેજ પરિવર્તન કરવા રજુઆત કરવામાં આવી તેને ગ્રાહય રાખેલ હાલ આ કામગીરી જેતલસર જંકશન ઢસા સુધી ગેજ પરિવર્તન કામગીરી પુર્ણ કાર્યરત થતા પોરબંદર ભાવનગર  સુધી સળંગ ટ્રેન વહેવાર કાર્યરત બનશે. કેટલીક નવી ટ્રેનની ફીકવન્સી પ્રાપ્ત થાય તો આશ્ચર્ય રહેશે નહી. ભાવનગર-ધોળા-બોટાદ-સુરેન્દ્રનગર તથા ભાવનગર-ધોળા-બોટાદ ધંધુકા શરખેજ સાબરમતી હાલ કામગીરી ગેજ પરિવર્તન પુર્ણ થઇ ગયેલ છે અથવા પુર્ણ થવામાં છે.

પોરબંદર રેલ્વે સ્ટેશનનો વિકાસ માટે યાર્ડ વધારવા માટેની રજુઆત ભારતના રાષ્ટ્રપતિ રેલ્વે બોર્ડ હેડ ઓફીસને કરવામાં આવેલ છે. તેને માટે બંધ પડેલ મહારાણા મિલ્સ્ જગદીશ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદર જીનીંગ ફેકટરીની જમીન સંપાદન કરવા જણાવેલ. સુચન કરેલ આ દિશામાં આગળ શું કાર્યવાહી થયેલ તે જાણવા મળી શકયું નથી.

પોરબંદર વાયા હરીદ્વાર-દહેરાન-પોરબંદર-ડાયરેકટ સાપ્તાહીક એકસપ્રેસ ટ્રેઇનની સુવિધા પ્રાપ્ત થયેલ છે. ઓખા દહેરાદુન વાયા હરીદ્વાર-ઓખા દર સોમવારે મધ્યરાત્રીના વાંચા ઓખા પોરબંદર લીંક અપમાં દર સોમવારે આવતી અને દર ગુરૃવારે મધ્યરાત્રી શરૃઆત પહેલા દર ગુરૃવારે મેન્ટેન્સસ થઇ પોરબંદર-ઓખા-વાયા દ્વારકા-ખંભાળીયા-જામનગર -દિલ્હી-હરીદ્વાર-દહેરાદુન -પોરબંદરથી રવાના થઇ હતી.આ ટ્રેન પોરબંદરથી ડાયરેકટ હરીદ્વાર-દહેરાદુન-પોરબંદર વાયા જામનગર-રાજકોટ-પોરબંદર દોડાવવાની જાહેરાત પુર્વ રાજયકક્ષા રેલ્વે મંત્રીશ્રી નારણભાઇ રાઠવાએ તેઓશ્રી પોરબંદરની સતાવાર મુલાકાત દરમ્યાન રાજકોટ-ભાવનગર ડીવીઝનના જવાબદાર અધિકારીઓની હાજરી અને સંમતીથી પોરબંદરથી દોડાવવા અને રેલ્વે રીઝર્વેશન બુકીંગ શરૃ કરવા માત્ર જાહેરાત થયેલ.

આ ઉપરાંત જે તે સમયે વિરમગામ-મુંબઇ સેન્ટ્રલ વિરગામ ત્યારબાદ હાપા-રાજકોટ-સુરેન્દ્રનગર-વિરગામ-અમદાવાદ મુંબઇ સેન્ટ્રલ હાપા વચ્ચે દોડાવવામાં આવતી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ પોરબંદર ફિકવન્સી લંબાવવા આક્રોસભરી રજુઆત પૂર્વ ડી.આર.યુ.સી.સી. સભય પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ વહેવાર દ્વાર થતી રહી. ભા.જ.પ જે તે સમયના કાર્યશીલ સાંસદ સભ્ય શ્રી ગોરધનભાઇ જાવીયા દ્વારા રજુઆતો થતા હાપા-મુંબઇ સેન્ટ્રલ - હાપા આવક જાવક સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ફિકવન્સી પોરબંદર સુધી લંબાવવા તેમજ પોરબંદર રેલ્વે સ્ટેશનથી બુકીંગ શરૃ કરવા સુચના મળતા રીઝર્વેશન બુકીંગ શરૃ થયેલ તેમાં વિશ્વ સંતોષી રાજકારણીયઓની કાળી બિલાડી આડી ઉતરી અપશુકન કરાવેલા બુકીંગ બંધ કરાવેલ. માત્ર જામનગર સુધી ફીકવન્સી આવક-જાવક વર્ષફળ લંબાવેલ હોય જામનગર-બાંદ્રા-જામનગર વચ્ચે સૌરાષ્ટ્ર એકસપ્રેસ દોડાવાય ઇ એ રીતે તે પોરબંદરને હાંસયામાં ધકેલવાનો પ્રયાસ થયો. રાષ્ટ્રપિતા પૂ.મોહનદાસ કરમચંદ ગાંધી અને ભકત સુદામાની ભૂમિ - જે રાષ્ટ્રીય તિર્થ - ધાર્મિક યાત્રાધામ સુદામાપુરી કે જેનુ અનોખું મહત્વ સાત પૂરામાંનું એક ધર્મશાસ્ત્રો પુરાણોએ દર્શાવેલ છે. તેને ઘોર અન્યાય સિવાય ભારતીય રેલ્વે હેડકવાટર, ભાવનગર ડીવીઝન દ્વારા કરવામાં આવી રહેલ છે.

ભાવનગર ડીવીઝનની નિતી રાષ્ટ્રપિતાની આ જન્મભૂમિ ભકત સુદામાની ભૂમિનો વિકાસમાં રસ નથી. તેમની એક જ દ્રષ્ટિ વેરાવળ-સોમનાથ તરફ તેવી રેલ્વે મંત્રાલય - હેડ કવાટર પણ અપેક્ષા જો કે ન્યાય આપવાના બદલે પોરબંદર - રાષ્ટ્રપિતાની ભૂમિની ઉપેક્ષા કરી રહી છે. તાજેતરમાં પોરબંદરની વ્યાજબી ન્યાય માંગણી હોવા છતા સૌરાષ્ટ્ર જતા એકસપ્રેસ રાજકોટથી વેરાવળ લીંકઅપમાં વેરાવળ સુધી ફીકવન્સી વધારી લીંકઅપમાં છેલ્લા બે વર્ષથી દોડાવાય તેવી જ રીતે સમયે વિરમગામ- મુંબઇ સેન્ટ્રલ વિરગામ વચ્ચે દોડાવવામાં આવતો સૌરાષ્ટ્રની ફિકવન્સી વધારાતા ઓખા-મુંબઇ સેન્ટ્રલ -ઓખા વચ્ચે દોડાવવામાં તેની પાંચથી છ બોગી રાજકોટ કાઢી નાખવામાં આવતી અને લાંબો સમય પડતર રહેતી તે પાંચ બોગીની રીકવન્સી વધારી પોરબંદર-રાજકોટ - પોરબંદર રાજકોટ વચ્ચે લંબાવવા લીંકઅપમાં દોડાવ્યા સને ૨૦૦૩ ની સાલથી જુની માંગણી ભાવનગર-ડીવીઝનને હેડકવાટર - મુંબઇ ચર્ચગેટ તેમજ કેન્દ્રિય રેલ્વે મંત્રીશ્રી બોર્ડ મહા મહિમ રાષ્ટ્રપતિ કે જે સર્વોસહી  તેમજ વડા પ્રધાનશ્રીને વિસ્તૃત રજુઆત કરવામાં આવેલ છે. પરતુ તેઓશ્રી દ્વારા જે પ્રણાલીકા મુજબ પ્રત્યુતર આપે. પરંતુ ભાવનગર ડીવીઝન હેડકવાટર ચર્ચા ગેટ મુંબઇ તથા રેલ્વે મંત્રાલય દ્વારા કેન્દ્ર રેલ્વે મંત્રીશ્રી કે રાષ્ટ્રપતિ પૂ.મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભકત સુદામાની ભૂમિને અન્યાય થાય છે વિકાસનું નામ આગળ રાખવુ છે. પરંતુ પોરબંદર રેલ્વેનો વિકાસમાં અવરોધક આવી રહી છે.

કયારે ન્યાય મળશે ? આ પાછળ રહસ્ય હકિકત થોડા સમયમાં પહેલા જ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, જવાબદાર વ્યકિત તથા પોરબંદર વિધાન સભ્યશ્રી દ્વારા મિડીયાના માધ્યમથી એવુ જાહેર  કરાયેલ હાલ પોરબંદર રેલ્વે સ્ટેશન ખસેડી આદિતપરા - (ધરમપુર) લઇ જવુ. આ રેલ્વે સ્ટેશનની હજારો ચોરસવારમાં ખાલી થતા જમીન કૌભાંડનો કારસો યાને ષડયંત્ર ચર્ચીત બનેલ જેનો જબરજસ્ત વિરોધ થતા મૌન થઇ ગયેલ. પરંતુ રાજકારણ અને તેના મળતીયા મેલી મુુરાદ પુરી કરવા વિન્ધ ઉભુ છે !  હાથી દાંત દેખાડવા અને ચાવવાના જુદા છે જયાં સુધી રાજકારણ કે રાજકારણીઓની કાળી બિલાડી આડી ઉતરશે અને આપણી જાગૃતિ નહિં રખાય તો ઉંઘતા ઝડપાતા સહન કરવુ પડશે અને ૨૦૧૩ તા.૨૧ માર્ચથી પોરબંદર જેટી બંદર - જુના જેટીબંદર પર હાર્બર-ર્ડાક ટ્રેન ગેજ પરિવર્તન કરી બ્રોડગેજમાં રૃપાંતરીત કરવા જે તે સમયે રૃા.૨૦.૧૮ કરોડ વધતા વધારાના સવા છ કરોડ મંજુર કરેલ. જીલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડી દીધેલ. ૭ વર્ષ કરતા વધુ સમય થયો પરંતુ રાજકારણીઓ  વિકાસની વાતો કરે છે પરંતુ વિકાસ થવા દેતા નથી. મોટી આર્થિક નુકશાની આપી રહેલ છે.

(2:09 pm IST)