Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

કોટડાપીઠાના ગામે પ્રા. શાળામાં ધ્‍વજવંદન અને વાર્ષિક ઉત્‍સવ કાર્યક્રમ યોજાયો

 

 કોટડાપીઠ : બાબરા તાલુકાના નવાણીયા ગામે ગામની સૌથી વધુ ભણેલ દિકરી ઉર્વશીબેન વનરાજભાઇ કોઠીયાળનાં હસ્‍તે ધ્‍વજવંદન કરેલ. જેમાં અમરેલી જીલ્લા પંચાયત વીપક્ષ નેતા પ્રભાતભાઇ કોઠીયાળ, સરપંચ ભરતભાઇ ડાંગર તેમજ ગ્રામજનોએ મોટી સંખ્‍યામાં હાજરીમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયેલ. જેમાં વીપક્ષી નેતા પ્રભાતભાઇ કોઠીયાળ દ્વારા તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્ય રામવન તેમજ સમગ્ર સ્‍ટાફે જહેમત ઉઠાવેલી હતી.(તસ્‍વીર-અહેવાલ : ભરત મહેતા કોટડાપીઠા)

 

(1:17 pm IST)