Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

આટકોટના બોધરાવદરની જીવણ જયોત સ્કુલમાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરાયું

આટકોટ : સીસ્ટર નીવેદીતા સ્કૂલ ઓન વ્હીલ્સ રાજકોટના સહયોગથી  જીવન જ્યોત શૈક્ષણિક સંકુલ બોઘરાવદર ખાતે ધોરણ .૧ થી ૧૨ના વિદ્યાર્થીઓ નું મેડીકલ ચેકઅપ કરાવ્યું આવ્યું હતું, જેમાં શ્લ્ખ્ થી આવેલ ડોકટર કે જે. આશીષભાઈ બોઘાણી, અલ્પના બેન ગાંધી, ભારતીબેન મલીક, યોગેન્દ્ર ભાઈ પટેલ, વિક્રમભાઈ ત્રના, દિનેશભાઈ ગાંધી, નીખીલભાઈ ધ્રુવ, મીનાક્ષી બેન દોશી એ બાળકો ની તપાસ કરેલ ,જે બદલ જીવન જ્યોત શૈક્ષણિક સંકુલ બોઘરાવદરના પ્રમુખ  મુકેશભાઈ મેર, સંચાલક રાજેશભાઈ મેર તથા શાળા પરીવાર  સીસ્ટર નીવેદીતા ફાઉન્ડેશનનો આભાર વ્યકત કરે છે, જેમાં મેડીકલ ચેકઅપ બાદ જે વિદ્યાર્થીને ગંભીર બીમારી હોય તેમને પ્ય્ત્ કે ઓપરેશન  હોય તેવા વિદ્યાર્થીઓને મફત સારવાર કરી આપવામાં આવે છે. (તસવીર - કરશન બામટા, આટકોટ)

(12:28 pm IST)